વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શમણું મીઠું...

જોયું મેં શમણું મીઠું, પહેલાં પહોરે.

આવી હતી તું, એ શમણાંની કોરે.


નાની નાની મુઠ્ઠીએ, આંગળી તે ઝાલી'તી.

નાના નાના ડગલાંએ, પગલી તે પાડી'તી.


મીઠી મીઠી હસીએ, ઘરને મહેકાવતી'તી.

કાલીઘેલી ભાષાએ, વાત્યું તું કરતી'તી.


ફૂલ જેવી કોમળ ને, પરી થી પણ સુંદર.

લાગે જાણે ઉતર્યું, કોઈ દૈવી સ્વરૂપ જ.


જોયું મેં શમણું મીઠું, પહેલાં પહોરે.

આવી હતી લાડકી મારી,શમણાંની કોરે.


©✍️- ખ્યાતિ સોની" લાડુ"

૨૮/૧૨/૨૦૨૦


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ