વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વાટ જોઈને બેઠા હતા

રાત ના અંધાર પેટ ને, વહાલ નો ખોળો સમજી બેઠા હતા.
વીજળી ના ચમકાર ને, હેત ના પડઘો સમજી બેઠા હતા.
ધોધમાર વરસતા વરસાદ ને, અગાઢ પ્રેમ સમજી બેઠા હતા.
ભીના ભીના વાતાવરણ ને, પડખાની હૂંફ સમજી બેઠા હતા.
ધરતી ની મીઠી મીઠી સુગંધ ને, સ્પર્શ સમજી બેઠા હતા.
અડધી રાત વીત્યા છતાં, તમારો સાથ સમજી બેઠા હતા.
છેવટે આવી નીંદર, છતાં ફળીયા માં બેઠા હતા.
નીંદર આવતા તો આવી, પણ એમાંય આપણે સાથે બેઠા હતા.
વાતો કરતા કરતા હું તને જોવું અને તું મને જુવે, આ રમત સમજી બેઠા હતા.
રમત રમત માં નીકળી ગયા આઘા, પાછા આવવાની રાહ જોઈને બેઠા હતા.
જોત જોતા માં પડ્યું સવાર ને ખુલી મારી આંખ
ત્યાંતો હજી ફળીયા માં તારી રાહ જોઈને બેઠા હતા.
કોઈ કેહ્તું હતું તમે આવશો કાલ, અમે તો ગઈ રાત ના વાટ જોઈને બેઠા હતા.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ