વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મારી સાથે બનેલી ભૂતિયા ઘટના

રાત્રીના બે વાગી ગયા હતા પણ મારા મિત્રો ઘરે જવાનું નામ નહોતા લેતા.તેઓ તો આ ફાર્મ હાઉસમાં જ રાત વિતાવવની વાત કરતા હતા.મારે પણ ફાર્મ હાઉસમાં રોકાવું હતું પણ પપ્પા ધંધાર્થે બહારગામ ગયા હતા અને મમ્મી ઘરે એકલા હતા.તેમના વાંરવાર આવતા કોલ્સથી આવી કાળઝાળ ઠંડીમાં પણ મારું મગજ ગરમીથી કમકમી ઉઠ્યું હતું.
"મણીયા,ભાવા...હાલ હવે મને ઘરે જાવા દે.મમ્મીના ફોન પર ફોન આવે છે." કહીને હું ખાટલા પરથી ઉભો થયો.ભાવાએ બનાવેલ ભજિયું ખાતો ખાતો હું પાર્કિંગમાં ગયો.મારું હેલ્મેટ પહેરીને ગાડીની કિક મારી હું ઘરે જ નીકળ્યો.
            રાતના અઢી આગી  ચૂક્યા હતા.અબ્રામા ગામથી કઠોર ગામ સુધીનો રોડ એકદમ સુમસાન હતો.હું કાનમાં વાયરલેસ ઈયરફોન નાખીને ગીત સાંભળતો સાંભળતો ગાડી ચાવી રહ્યો હતો.ક્ષણભરમાં આખું આકાશ કાળા-ભમ્મર વાદળોએ ઘેરી લીધું.વીજળીના ભયાનક કડાકા સામાન્ય માણસને ડરાવવા કાફી હતા.થોડીકવાર પહેલા જ સોળમી કળાએ ખીલેલો ચંદ્ર ક્ષણભરમાં વાદળોની પાછળ લપાઇ ગયો જાણે કોઈ દુર્ઘટનાનો અણસાર આપતો હોય.થોડીકવારમાં વરસાદની ધીમી-ધીમી ઝરમર શરૂ થઈ.મેં મારી ગાડીની સ્પીડ વધારીને 85 કરી નાખી.હું પૂરઝડપે ગાડી ચલાવીને આ વરસાદથી બચીને ઘર પહોંચવા માંગતો હતો.થોડીકવારમાં આભ ફાટી પડ્યું અને ધોધમાર વરસાદ શરૂ થયો.હું આખો ભીંજાઈ ચુક્યો હતો.ઠંડીથી થરથર ધ્રુજતા ધ્રુજતા ગાડી ચલાવી રહ્યો હતો.વરસાદના કારણે મારી સમક્ષ બધું ઝાંખું થઈ ગયેલું કારણ કે મારા ચશ્માના કાચ પર પાણીના ટીપાઓએ પોતાનું સ્થાન બનાવી લીધું હતું.
                મેં મારી ગાડી રસ્તા પરથી બાજુમાં ઉભી રાખવા નિર્ણય કર્યો.થોડાક આગળ જઈને મેં મારી ગાડી એક ઝાડ નીચે ઉભી રાખી.પવનના સુસવાટા સાથે વાતા પવન સાથે પડતો ધોધમાર વરસાદ ઝાડની ડાળીઓને ભારે ઘર્ષણ કરાવી રહ્યો હતો અને તેના કારણે થતો અવાજ એકદમ ભયાનક હતો.આ ઝાડની સામે એક ગેટ હતો.જેની બાજુમાં એક ફોર-વ્હીલ પડેલી હતી.જેની લાઈટ શરૂ હતી.આગળનું બોનેટ તૂટેલું હતું.અને ગાડીનું પહેલું ટાયર એકદમ પંચર હતું.મેં મારા ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો અને ચશ્માના કાચને સાફ કરીને હું રોડ ક્રોસ કરીને તે ગાડી પાસે ગયો.કદાચ કોઈ મારી જેવો વ્યક્તિ હોય તો થોડોક ટાઇમ પાસ થઈ જાય એ વિચારીને મેં ત્યાં બૂમો પાડી.
"ભાઈ....કોઈ છે?.....ભાઈ" હું હજુ આટલું બોલ્યો ત્યાં અચાનક મારા ખમ્ભા ઉપર કોઈનો સ્પર્શ થયો.મેં પાછળ ફરીને જોયું તો કોઈ 38 વર્ષના કાકા કેસરી કલરનો શર્ટ પહેરીને ઉભા હતા.મેં તેમની સાથે વાતચીત શરૂ કરી.
"અંકલ..હું જય ધારૈયા...અહીંયા જ કઠોરમાં રહું છું.તમારી ગાડી જોઈ તો ઝાડ સાથે અથડાયેલી હાલતમાં હતી.એટલે મને થયું કે કદાચ મદદની જરૂર હશે."
"સારૂ કહેવાયને બેટા.જ્યારે એક્સિડન્ટ થાય ત્યારે કોઈ બચાવવા ન આવે અને અત્યારે આવે તો શું કામનું?" તે કાકા ધીમા સ્વરે બોલ્યા.
"હા સાચી વાત છે કાકા...દુનિયા અત્યારે સાવ બગડી ગઈ છે."
"એક કામ કરને....બેટા ચાલ....ગાડીમાં બેસીને વાત કરીએ."
"પણ અંકલ ગાડી તો તૂટેલી છે."
"બેટા.....આપણે કયા હરીદર્શન રેસિડેન્સીમાં જવું છે!આપણે તો માત્ર બેસવાનું છે"
"અંકલ તમે હરીદર્શન રેસિડેન્સીમાં રહો છો એમને?"
"ના....હવે ત્યાં માત્ર મારી પત્ની અને મારો છોકરો રહે છે."
"તો પછી તમે"
"હું તે લોકોના દિલમાં રહું છું" કહીને અંકલે ગાડીમાં મોટી લાઈટ શરૂ કરી.વધારે પ્રકાશ આવવાને કારણે અંકલનું મોઢું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.તેમના ચહેરા પર થોડીક કરચલીઓ હતી.માથા પર જાણે કઈ ઘુસી ગયો હોય એમ માથામાં ઘા વાગેલો હતો.ગળાથી માથા સુધી ટાંકા મારેલા હતા.શરીર સાવ સફેદ કલરનું લાગતું હતું.આ બધું જોઈને મને થોડો ડર લાગ્યો અને મેં અંકલને પૂછ્યું.
"અંકલ બધું કેવી રીતે થયું?"
"આ તો બવ લાંબી કહાની છે.તે પેપરમાં નથી વાંચી?"
"ના મને કઈ ખ્યાલ નથી હો!"
"હ એટલે તું આટલી શાંતિથી મારી સાથે વાત કરે છે?"
"હું કઈ સમજ્યો નહિ અંકલ તમે શું કહી રહ્યા છો?"
"કઈ નહિ બેટા..તું મને સારો છોકરો લાગ છો એટલે ઉભો રે એક મિનિટ....કહીને તે અંકલે મને એક ડાયરી આપી અને કહયુ કે આ ડાયરી મારા ઘરે હરીદર્શન સોસાયટીમાં પહોંચાડી દેજે." કહીને તે અંકલ ગાડીમાંથી બહાર નીકળ્યા.મારા મનમાં થતો સવાલ મેં તેમણે પૂછ્યો.
"પણ અંકલ....તમે ઘરે નહિ જાવ?..."
"બેટા...ઘણા સવાલોના જવાબ નથી હોતા.સમય આવે ત્યારે જવાબ મળે તો એ શ્રેષ્ઠ ગણાય."
"પણ....અંકલ"
"અંકલ...બનકલ" કાંઈ નહિ....હવે જો વરસાદ પણ બંધ થઈ ગયો છે તો હવે ધીમે ધીમે ઘરે પહોંચી જજે.
"ઓકે...અંકલ થેન્ક યુ" કહીને હું મારી ગાડી તરફ પાછો આવ્યો પણ આરી ગાડીની ચાવી હું તેમની ગાડીમાં ભૂલી ગયો હતો.મેં બૂમ પાડી પણ તેમણે ન સાંભળી એટલે હું ખૂદ તે ગાડી પાસે બૂક લેવા ગયો અને તે દ્રશ્ય જોઈને હું ધ્રુજી ઉઠ્યો.મારુ દિલ ઝડપથી ધડકી રહ્યું હતું.ગાડીમાં લાઈટ નહોતી.કોઈ સળગેલી ડેડબોડી એ ગાડીમાં પડી હતી.લોહિના ડાઘા બધેય લાગેલા હતા.મેં ગાડીની અંદરથી ચાવી લઈને સિધી મારી ગાડી ચાલુ કરી અને 100 ની સ્પીડે ગાડી ચલાવીને હું જેમ-તેમ કરીને ઘરે પહોંચ્યો.મારા મનમાં અનેક સવાલો દોડી રહયા હતા.ઘરમા જઈને હું સીધો ગોદડું ઓઢીને સુઈ ગયો.હું એકદમ ડરેલો હતો.ડરના માર્યા મને તાવ આવી ગયો હતો.પેરાસીટામોલ ખાઈને મેં મારી એ રાત પસાર કરી.મારી નજર સમક્ષ હજુ એ ચિત્ર તરી રહ્યું હતું.
             સવારના આઠ વાગ્યે મારી આંખ ખુલી.મમ્મી મારી માટે ચા લઈને આવી.અને મારી તબિયત વિશે પૂછ્યું.
"બેટા તારી તબિયત કેમ છે હવે?"
"હવે તો સારું છે હો મમ્મી"
"ઠીક છે.એ તો શું આટલા વરસાદમાં પલળીને આવ્યો ને એટલે તાવ આવી ગયો હોવ"
"હા મમ્મી બરાબર છે" કહીને હું ઉભો થયો.મસ્ત મસાલેદાર ચા પીધી અને તૈયાર થઈને બેગમાંથી પેલા અંકલે આપેલી ડાયરી ખિસ્સામાં મૂકીને હરીદર્શન રેસિડેન્સી પહોંચ્યો.
                   ટ્રીન.....ટ્રીન....ટ્રિન..... બેલનો અવાજ સાંભળીને કોઈ સ્ત્રીએ દરવાજો ખોલ્યો.તેમણે સફેદ સાડી પહેરેલી હતી.તેમની આંખ નીચે કાળા કુંડાળા પડેલા હતા.તેમણે મને આવકારો આપીને અંદર આવવા કહ્યું.
"જય શ્રી કૃષ્ણ.... અંદર આવો....બેસોને..." કહીને તે સ્ત્રી અંદર ગયા અને હું ઘરમાં આવીને બેઠો.મારી સામેની દીવાલ પાસે પડેલા ટેબલ પર એક મૃત વ્યક્તિનો ફોટો હતો.આ ફોટો મને ગઈ કાલે મળેલા અંકલનો જ હતો. અવસાન તારીખ થોડીક દિવસ પહેલની છે એમ લખેલું હતું અને આજે એ વાતને સાત દિવસ વીતી ગયા હતા.થોડીકવારમાં પેલા સ્ત્રી પાણી લઈને આવ્યા.મેં તેમણે પેલા અંકલે આપેલી ડાયરી તેમના હાથમાં થમાવી.પહેલું પન્નુ વાંચીને તેઓ રડવા લાગ્યા.મેં તેમણે શાંત રાખવા કોશિશ કરી પણ તેઓ રડતા રડતા અંદર જતા રહ્યા.ખેર જે હોય તે એમ કરીને હું ઘરની બહાર નીકળ્યો તો સોસાઈટીના સાત-આઠ સભ્યો ભેગા થઈને મારી સામે એકીટશે જોઈ રહયા હતા.તેમાંથી એક જણ બોલ્યો.
"તમે અંદર કેવી રીતે ગયા?"
"મેં બારણું ખખડાવ્યું.તે આન્ટીએ બારણું ખોલ્યું."
"તે આંટી તમને મળ્યા કે" તેમાંના એકે મને પૂછ્યું.
"હાશ...તો વળી..મળ્યા અને પાણી આપ્યું.બોલો બીજું કાંઈ?કોઈ વ્યક્તિના ઘરે મરણ થઈ ગયું છે ને તમે આવા સવાલો પૂછો તમને લોકોને શરમ નથી આવતી?" એ ગુસ્સામાં કહ્યું.
"અરે ભાઈ..આ ન્યૂઝપેપર વાંચ્યું કે?" કહીને એક વ્યક્તિએ મને હાથમાં ન્યૂઝપેપર થમાવ્યું.તેમાં લખલું હતું કે થોડાક દિવસ પહેલા જ હરીદર્શન સોસાઈટીના રહેવાસી મનોજ ભાઈનું ઝાડ સાથે કાર અથડાતા મૃત્યુ થયું છે.
થોડીકવારમાં મને બીજા વ્યક્તિએ ન્યૂઝપેપર આપ્યું...જેમાં લખ્યું હતું કે"મનોજભાઈના અવસાન બાદ....તેમની પત્ની દરવાજો નહોતા ખોલી રહ્યા...ત્રણ દિવસ બાદ...ઘરમાં તેમના પત્નીની પણ લાશ મળી છે.સોસાઇટીના સભ્યોમાં ડરનો માહોલ...
        આ ખબરો વાંચીને મારુ મગજ ગૂમી ગયું હતું.હું કંઈ બોલને લાયક નહોતો.મેં મારી ગાડીની ચાવી ખિસ્સામાંથી કાઢી અન ઘરે જવા નીકળી ગયો.આત્મા અને ભૂત એક વહેમ છે કહેનારો હું આજે અંદરથી ઢીલો પડી ગયો હતો.મારી સાથે બનેલી આ ઘટનાએ મને આત્મા અને ભૂતોમાં વિશ્વાસ અપાવી દીધો.

-જય ધારૈયા(ધબકાર)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ