વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

માણસ - એક ખૂંખાર જાનવર

છેલ્લા ત્રણ કલાકથી વિચારમગ્ન " દિવ્યભાસ્કર " અખબારના રિપોર્ટર આકાશ મહેતાને તેની પત્ની મેઘાએ બૂમ પાડી ઉઠાડ્યો.

મેઘા : શું ક્યારના વિચારો છો..?

આકાશ : અરે મેઘા... ગજબ થઈ ગયું. કાલે સાંજે ૫ વાગ્યે જાનવરોની એક ૨૪ વર્ષીય લેડી ડોક્ટરને ચાર છોકરાઓએ કિડનેપ કરી , તેની સાથે રેપ કર્યો અને તેને જીવતી સળગાવી મોતને ઘાટ ઉતારી દીધી..! 

મેઘા : હે રામ....આ તો અક્ષમ્ય અપરાધ છે. ખરેખર માણસ હોવા પર શરમ આવે છે...!

આકાશ : કાલ સવારના અખબારમાં આ રેપ-મર્ડર કેસ માટે માણસ જાતિ પર કટાક્ષ કરતી હેડલાઈન્સ મારે એડિટર સાહેબને અરજન્ટ આપવાની છે , એ જ ક્યારનો વિચારું છું, પણ કોઈ સારી લાઈન મળતી જ નથી...!

મેઘા : એક કામ કરો...આ લાઈન આપો.

" માસુમ જાનવરોની ડોક્ટર ખૂંખાર જાનવરોનો સમાજ છોડી ચાલી ગઈ "

 

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ