વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દીવાનગી...

એના પગરવમાં હતી કંઈક આકર્ષક આવારગી

એ ઓળંગી ઉંબરો ને લુપ્ત થઈ ફુલોની તાજગી..



કહો, માના ધાવણનું કરજ એમ કંઈ ઉતરે ખરું?

મુજને જીવાડવા ખુદ મોત પણ કરે છે બંદગી..



સૂરજ નથી ઢળ્યો, બસ દીકરી વળાવી બાપ બેઠો છે

આવ દોસ્ત, જોવી હો અગર એક બાપની દીવાનગી..



જરા અમથો કંટક વાગ્યો મને, પછી ન પૂછો વાત

ઉભરાયા અશ્ર એનાુ ને પ્રસરી ગઈ વાત ખાનગી..



આજ મંદિરની મૂરત પણ ચોરાઈ ગઈ ધોળે દિવસે

કાં ઈશ્વર? હવે કોને દેખાડીશ તારી નારાજગી?



સમજદાર છે તું, થોડે દૂર રહી સજાવજે શમણાં

છૂટશે જો સાથ, પ્રેમ લાગશે જીવલેણ માંદગી..



લીંપણ કરી થોડી જગા મેં જાતે સજાવી રાખી છે

કફન ઓઢીને અવતરશે જ્યાં મારી નવી જિંદગી..



માનસી પટેલ'માહી'

ભાયાવદર

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ