વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

લોક ડાઉન

       ધોમ ધખતો તડકો તપી રહયો હતો. વાર્ષિક હીસાબો લઈને  માર્ચ મહિનો ચાલી રહયો હતો. ગરમીનાં દિવસો ધીમે ધીમે પસાર થઈ રહયાં હતાં. એવામાં મારાં મીસ્ટરને થાપાનાં ભાગમાં એક મુંઢયું  થયું હતું. તેમાં તેને દુઃખાવો ચાલું થયો. અમે ફેમીલી ડૉક્ટરને બતાવ્યું, તેણે દવા તો આપી, પણ સાથે ચેતવણી પણ આપી કે દવા તો આપું છું પણ, મુંઢયામાં રસી થઈ ગયાં છે, ઓપરેશનથી જ કાઢવી પડશે.  દવાથી મટશે એવી અમારી ભ્રમણા ખોટી પડી, દુઃખાવો વધતાં ના છૂટકે અમારે સર્જન ડોક્ટર પાસે જવું પડયું. બધાં રીપોર્ટ વગેરે કરાવી તેણે આપેલી નિયત તારીખે ઓપરેશન કરી આપ્યું.

      અમને એવું હતું  ઓપરેશનથી  અમારી મુશ્કેલી પુરી થઈ જશે. પણ અમને શું ખબર અહીંથી જ પરીક્ષા ચાલું થઈ છે. ઓપરેશન પુરૂં થયાં પછી ડોક્ટરે રજા આપી, રોજ ડ્રેસીંગ કરાવવાં આવવાંની સુચનાં આપી. બીજા દિવસથી અમે રોજ સવારમાં ડ્રેસીંગ માટે જતાં. બે ત્રણ દિવસ તો બધું બરાબર ચાલ્યું, ત્યાં અચાનક કોરોનાની બિમારી ફેલાતાં અને તેને અટકાવવાં 22માર્ચે  એક દિવસ પુરતું  બંધનું એલાન(લોકડાઉન) આપી દીધું. કંઈ નહીં એકાદ દિવસ નો સવાલ છે ને એવી અમારી ભ્રમણા બીજા દિવસે  ખોટી પડી.(5 દિવસ, 8દિવસ 15દિવસ એમ લોકડાઉન જાહેર થતું ગયું)  અમારાં ડોક્ટરે એકાદ બે દિવસ તો હોસ્પિટલ ચાલું રાખી, અમારાં જેવાં જરૂર દર્દીનાં ડ્રેસીંગ વગેરે ચાલું રાખ્યાં. પણ કોરોનાનાં દર્દી આવવાનાં ચાલું થઈ જતાં કે સરકારી તંત્રની લોકઉનનાં ચુસ્ત પોલીસ બંદોબસ્તનાં હીસાબે તેનાં સ્ટાફને પણ આવવા જવાની તકલીફ હોય ગમે તે હોય ડૉક્ટરે પોતાની હોસ્પિટલ બંધ કરી દીધી.  હવે અમારી સામે સૌથી મોટો પ્રશ્ન આવીને ઉભો હતો ડ્રેસીંગનો ?? એકાદ બે દિવસ તો અમે જેમ તેમ કાઢી  નાખ્યાં. પછી થોડી તપાસ કરતાં હોસ્પિટલનાં કંપાઉન્ડરનો સંપર્ક થયો. તેને અમે ઘરે આવી ડ્રેસીંગ કરી આપવાં વિનંતી કરી. આવાં સમયે તે કંપાઉન્ડર મળતાં અમને જાણે કંપાઉન્ડરનાં રૂપમાં ભગવાન મળ્યાં હોય તેવો હાશકારો થયો. પછી તો તે રોજ ઘરે આવી ડ્રેસીંગ કરી જતાં. આટલાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ એ કોઈ પણ રીતે ઘરે આવી રોજ ડ્રેસીંગ કરી જતાં. 15-20દિવસ થતાં ઓપરેશનની જગ્યાએ રૂઝ આવી જતાં તેણ કોઈ આર્થિક લાલચ રાખ્યાં વગર સામેથી જ કહયું હવે ડ્રેસીંગ કરવાની જરૂર નથી.

         સલામ છે એ કંપાઉન્ડરને જે આવાં કટોકટી નાં સમયે પોતાનાં જાનના જોખમે આવી સેવા કરી ગયાં.
ભલે તેણે પોતાનો ચાર્જ લીધો પણ ત્યારે જે સમય હતો જ્યારે માણસ માણસથી ડરતો હતો , કારણ કે તે સમયે બધાને ડર હતો આને કોરોના હશે, તેને કોરોના હશે. આવાં કપરા સમયે એવાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત કે કદાચ પશું પક્ષીઓ પણ નીકળતાં ડરતાં ત્યારે તેણે પોતાનાં જાનનાં જોખમે આવી ડ્રેસીંગ કરી ગયાં તેને સેવા જ કહેવાય.
       લોકડાઉન જાહેર થતાં મારે ઓફીસમાં પણ રજા જાહેર થઈ ગઈ હતી અને મારા મીસ્ટર તો ઓપરેશનનાં હીસાબે રજા પર જ હતાં. મહીનો દોઢ મહિનો થતાં તેઓ તો સાજા થઈ નોકરી પર ચડી ગયા હતા. પણ મારે લગભગ મેં મહીના સુુધી ઓફીસમાં રજા રહી. 
     કોરોનાએ થોડી મુશ્કેલી આપી, પણ કંઈક નવું શીખવી પણ ગયો. ચૈત્ર મહિનો એટલે અથાણાં નો મહિનો. આપણે ગુજરાતીઓને તો અથાણાં વગર ચાલે જ નહીં. હું મારાં ઘરનાં અથાણાં તો બનાવતી જ હતી પણ કોરોના એ મને એ વાતની ખબર પાડી કે મારાં અથાણાં એટલાં સરસ બને છે કે તેનો હું બિઝનેસ પણ કરી શકું. આ મહિના બે મહિના મને એટલા બધાં અથાણાંનાં ઓર્ડર આવ્યાં કે સ્થાનિક તો ઓર્ડર હતાં પણ ગામડે પણ લોકો અથાણાં લઈ ગયાં. પછી તો ઓફિસ ખુલી ગઈ તો પણ અથાણાંની સીઝન રહી ત્યાં સુધી મેં અથાણાં બનાવ્યાં.
        કોરોનાએ એ વાતનો પણ ખ્યાલ આપ્યો કે મારાં માટે જ નહીં પણ અમારા આડોશી પાડોશી માટે પણ શોપીજન પર આવતી વાર્તા કેટલી મહત્વની છે.  મારાં ઘરની નીચે એક સુધાબા તેનાં ફેમીલી સાથે રહે છે. તેને એક પ્રૌત્રી તનુ (તન્વી) છે. તેેેેઓને ખબર કે હું શોપીજન પર વાર્તા  લખું છું, તેઓ મારી વાર્તા વાંચે પણ ખરા. તેઓ બન્ને દિવસમાં ઘણી વાર મારા ઘરે આવે મને અથાણાં વગેરે માં મદદ કરાવે. મારા મીસ્ટર નોકરી પરથી આવે ત્યાં દસ સવા દસ થઈ જાય. રાત્રે નવ સવા નવે અમે નવરા થઈએ  ત્યારે શોપીજન પર આવતી વાર્તા સહીયારી વાંચીએ, એટલે કે હું મોટેથી વાંચું અને તેઓ સાંભળે. તેઓ જયારે પણ મારી પાસે આવે ત્યારે મને પુછે આજે શોપીજન પર વાર્તા આવી (નોટીફિકેશન) . હું એને કહું કે વાર્તા આવી ન હોય તો પણ શોપીજન પર ઘણી બધી વાર્તા હોય. છતાંય રોજ સુધાબા પુછે 'આજે  વાર્તા આવી' ( આમ શોપીજન પર આવતી વાર્તા દાદી થી લઈ પ્રૌત્રી સુધી બધાં જ વાર્તા  વાંચે છે ) વાર્તા  વાંચવા માટે બીજા ઘણાં બધાં સ્રોત છે, પણ અમારે તો રાત્રે નવરા થઈ શોપીજન પર આવતી વાર્તા જ વાંચવાની.
      ખેર જીવનભર યાદ રહી જાય તેવું આ વર્ષે પુરૂ થઈ ગયું. હવે તો કોરોનાની રસી પણ શોધાય ગઈ છે અને આપવાની પણ શરૂ થઈ ગઈ છે. જો તે કારગત નિવડશે તો આપણે આપણી આવતી પેઢીને આ કોરોનાની કથાઓ સંભળાવીશું.
                      Asha bhatt 



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ