વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રૂમ નંબર 13

રૂમ નંબર 13


રાહુલ અને સીમાના લગ્નને દસ દિવસ થયા હતા.અને એક દિવસ અચાનકથી સમાચાર મળ્યા કે સીમાનું અવસાન થયું છે, આ સાંભળીને મને ખૂબ જ દુ:ખ થયું અને જ્યારે મેં તેમના મૃત્યુનું કારણ પૂછ્યું ત્યારે રાહુલે મને આખી ઘટના જણાવી.  

થોડા દિવસો પહેલા રાહુલ અને સીમા સાથે ફરવા ગયા હતા.

એક દિવસ અચાનક સીમાની તબિયત ખરાબ થઈ ગઈ અને અમે બંન્ને ઘરે પાછાં આવવા નિકળી ગયા.

પણ....સફર ખૂબ લાંબો હતો.

ઘર હજુ સો કિલોમીટર દૂર હતું,

સાંજ થતાં થતાં તો સીમાની હાલત ખુબજ ખરાબ થઈ ગઈ હતી.

એટલે અમારે નાં છૂટકે માર્ગમાં રોકાવું પડ્યું, રાતના આગ્યાર વાગ્યા ની આસપાસ અમે હાઇવે પરની એક હોટેલ માં ગયા. હોટેલના કાઉન્ટર પર જઈને મે બધી વાત કરી. અને એક રૂમ માગ્યો.

કાઉન્ટર પર બેઠેલ મેનેજરે અમને 13 નંબરના રૂમની ચાવી આપતા રૂમ તરફ ઈશારો કર્યો.

અમે બંને રૂમમાં ગયા.

તે સમયે, મે અંધશ્રદ્ધાળુ બાબતો વિશે વિચાર કર્યા વિના ઓરડો લીધો.

 જેમ આપણે જાણીએ છીએ કે રૂમ નં.  13 ને અશુભ માનવામાં આવે છે અને ઘણી હોટલોમાં આ નંબર માટે કોઈ જગ્યા નથી, પરંતુ આ હોટલ ઘણા વર્ષો જુની હતી.  જલદી અમે બંને તે રૂમમાં ગયા,અંદર જતાજ અમને નકારાત્મક ઊર્જાની લાગણી થઈ.

તે ઓરડાની હાલત બરાબર હતી, પરંતુ જાણે વર્ષોથી અહીં કોઈ આવતું ન હોય તેવું લાગી રહ્યું હતું.

અત્યારે આ શુભ અશુભ ની માન્યતા વિશે વિચાર કરવા કરતાં ડોકટર નો સંપર્ક કરવો વધુ જરૂરી હતો.

એટલે બહુ વિચાર્યું ન હતું.

હવે ડોક્ટરનો કોન્ટેક્ટ કરવા માટે હું

કાઉન્ટર પર ગયો. અને કોઈ ડોકટર ને તત્કાળ બોલાવી આપવા મેનેજરને વિનતી કરી,

મેનેજરે ફોન કરીને તેમના કોઈ ડોકટર ને તત્કાળ આવવા માટે કહ્યું, અને 

હું તત્કાળ મારા રૂમમાં આવ્યો.

તો....

મારું કાળજું કંપી ગયું.

મે જોયુ કે સીમા હસી રહી હતી.

પરંતુ......!

કોઈ આત્માની જેમ....

કકર્શ અને ભયંકર અવાજે

હું દોડીને તેની પાસે ગયો અને તેણે બને હાથ વડે ઝઝોડતા બોલ્યો,

સીમા એ..સીમા... સીમા

પરંતુ...એ અચાનક થી રડવા લાગી.

થોડીક વાર રડતા રડતા બોલી.

મને જવાદો...  મને જવાદો...

અને અચાનક થી તે બેહોશ થઈ ગઇ.

ત્યાજ ડોકટર ને લઈને મેનેજર અમારા રૂમમાં આવી ગયા.

મે ડોકટરને કઈ વાત નાં કરતા બસ તબિયત ક્યારે અને કઈ રીતે ખરાબ થઈ તે બતાયું.

ડોકટર સીમાને ચેક કરીને ઈન્જેકશન આપ્યું અને થોડીકવાર માં ઠીક થઈ જશે કહી ને ચાલતા થયા.

મેનેજર પણ કંઇજ ના બોલ્યો,

અને જેમ ડોકટર ને લઈને આવ્યો હતો તેમજ મુંગે મુગો ચાલ્યો ગયો.

એકાદ કલાક નો સમય પસાર થતા સીમા બિલકુલ ઠીક થઈ ગઈ.

સીમા ઠીક થતાંજ બોલી કે રાહુલ તું હજુ જાગ છો, સૂતો નથી...

જો તો મને તો ક્યારની નીંદર આવી ગઈ હતી. આટલું બોલીને તેણે મને સૂવા કહ્યું.

હવે અમે બંને પલંગ પર સૂઈ ગયા. સવારે ક્લીનર રૂમ સાફ કરવા આવ્યો ત્યારે દરવાજો ખુલ્લો હતો. અને જ્યારે તે અંદર આવ્યો ત્યારે તેણે જોયું કે ઓરડામાં લોહી હતું અને સીમા મરી ગઈ હતી.

 ક્લીનરે જોરથી બૂમ પાડી, હું જાગી ગયો અને જોયું કે સીમા મરી ગઈ છે. અને મે મોટેથી બરાડા પડતા સીમા ને ઝઝોડતાં રડવા લાગ્યો.

મેનેજરે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી અને સીમાને હોસ્પિટલમાં લઈ ગયા.

પણ... તે મરી ગઈ હતી, 

આટલું બોલતા રાહુલ એક ડૂસકું ખાતા રડવા લાગ્યો. તેના ગળામાં ડૂમો ભરાઈ આવ્યો. રડતા રડતા તે બોલ્યો,

અમે જે ઓરડામાં રહ્યા હતા તે ભૂતિયા હતો અને રાત્રે ત્યાં કોઈ ટકતું નથી, પરંતુ મેનેજરે અમને પૈસા માટે રૂમ આપ્યો હતો.

 આ રૂમમાં અગાઉ પણ કેટલાક મોત નીપજ્યાં છે. 

હવે હું આખી વાત સમજી ગયો.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ