વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તારુ નામ લખું

આંખમાં ઉમીદ ને સ્વપન રાખું.

પીપળના પાન પર તારું નામ લખું.


આ નદી,સાગર,સરોવર.

જાવ જ્યાં,ત્યાં તારું નામ તરતું રાખું.


જોઈ લવ ઝીંર્ણ પીપળ પાંદડું.

એમાં તારું અસ્તિત્વ ઝખું.


દિલને કોઈ દરવાજો નથી.

આગમન ની યાદીમાં 'તારું નામ લખું'.


તારા પત્રનો ઇન્તજાર કરી થાકું.

પછી હું,મારા પર પત્ર લખું.


✍️જયા.જાની.તળાજા."જીયા"




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ