વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઘર ( માઈક્રોફિકશન)

આજ 'ઘરનું ઘર' એ યોજના હેઠળ નેતાજી બધાને ઘરની ચાવીઓ સોંપવાના હતા. શહેરના મોટા મેદાનમાં સ્વચ્છતાના ભાગે વૃક્ષો કાપીને મંચ ગોઠવાયો. મેદનીની વચ્ચે નેતાજીએ ભાષણ આપતા કહ્યું,"મારું બાળપણ આ મેદાનમાં વિત્યું નિર્દોષ રમતો સાથે... ત્યારે હું ઊભો છું એ જગ્યાએ મોટો જૂનો વડલો હતો, જેમાં કેટલાય પંખીઓના માળા હતા. હું ચણ અને કીડીયારું પૂરતો અને એમના આશિર્વાદ માંગતો. આજે સમયની સાથે હું અહીં પહોંચ્યો પણ એ વડલો તો દેખાતો પણ નથી.

    ખૂણામાં પડેલાં વડલાના લાકડા આ સાંભળી લાકડું જ બની ગયા.




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ