વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સનમ

બન્યો છે મારો સહારો તારું નામ સનમ,

તને યાદ કરવા સિવાય ક્યાં છે કઈ કામ સનમ.


ભ્રમરના કમાન આકારનું રહસ્ય હવે સમજાયું,

વાગ્યા છે દિલ પર તારા નયનનાં બાણ સનમ.


મદિરા જગની ફિકી લાગે છે મને હવે,

પીધાં છે જ્યારથી તારા અધરોનાં જામ સનમ.


ભીંજાવવા કાજે તો આંખોમાં વસાવ્યા હતાં,

જરૂરી હતી આ માવઠાની મુલાકાત સનમ?


'દિશાન' નામ આપ્યું છે શોપી પરિવારે આપણું,

દિશા વિના શું બાકી રહે આ નિશાન સનમ?


- નિશાન એમ. પટેલ (સ્વાગત)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ