વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ખારાશનો ફુવારો

નયનના વાદળો ઉમટી પડયાં કોર મહીં ને,

ખારાશનો ફુવારો આખરે નીચે પડી ગયો


તરબતર હતી ચહેરાની રેખાઓ એનાથી, 

ગાલના ખંજનોમાં પણ કેવો ભળી ગયો. 


વાત જે હતી અંતર મહી સતત વલોવાતી

ધારે-ધારે વહીને તમામ હકીકત કહી ગયો.


મૌન હોઠોમાં ધૂંટાતી હજારો લાગણીઓનું 

એક જ પળમાં વિગતવાર વર્ણન કરી ગયો.


અસહ્ય બન્યો'તો આ વેદનાનો સાગર જે 

બુંદ-બુંદથી હવે તો અસ્તિત્વને ભરી ગયો.


પટેલ પદ્માક્ષી (પ્રાંજલ)

વલસાડ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ