વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મારા બાપુજી

મારા હૃદિયાના રામ મારા બાપુજી હતા.

મારા હૈયા કેરી એ હામ હતા,

મારા હૃદિયાના રામ મારા બાપુજી હતા.



મારા અંતરની એ ઉજાસ હતા,

મારા ઘર તણા બાગની સુવાસ હતા...

મારા હૃદિયાના રામ મારા બાપુજી હતા.


મારા હાથ કેરી એ હિંમત હતા,

મારા વિચારોના એ વમળ હતા...

મારા હૃદિયાના રામ મારા બાપુજી હતા.


મારા દુઃખડામાં એ દિલાસો હતા,

મારા સુખડાની એ છાંવ હતા...

મારા હૃદિયાના રામ મારા બાપુજી હતા.


મારા દેહ તણો એ આધાર હતા,

મારા જીવનનો એ સાર હતા...

મારા હૃદિયાના રામ મારા બાપુજી હતા.



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ