વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બનાવટી ફેસબુક એકાઉન્ટથી કેવી રીતે બચશો?

આપણે જાણીએ છીએ કે આજના આ ટેક્નોલોજીના યુગમાં લોકો સોશિયલ મીડિયા તરફ વળ્યા છે.  લોકો વધુને વધુ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા થયા છે. જેમાં નાનાથી લઈને મોટા લોકો સોશિયલ મીડિયાના  જુદા જુદા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે.  જેવા કે facebook, instagram, twitter  અને whatsapp.

સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો પોતાના બિઝનેસને આગળ વધારી શકે છે તો ઘણા લોકો પોતાના અંગત વપરાશ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે.

પોતાની અંગત માહિતી જેવી કે ફરવા ગયા હોય એના ફોટોસ તેમજ પારિવારિક પ્રસંગોના ફોટોસ સોશિયલ મીડિયામાં મૂકે છે.  આજના આ ટેક્નોલોજી યુગમાં  સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો  કંઈ ખોટું નથી પણ સાથે સાથે સાવધાની પણ રાખવી ખૂબ જ જરૂરી છે નહિંતર મોટું નુકસાન પણ ભોગવવું પડી શકે છે.

અત્યારે આ ધૂતારાઓએ લોકો પાસેથી રૂપિયા પડાવવાની એક નવી પધ્ધતિ  શરુ કરી છે.  જેમાં આ ધુતારાઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે.

આપણે જાણીએ છીએ કે અત્યારે  લોકો ફેસબુકનો  વધુમાં વધુ  ઉપયોગ પર કરે છે ફેશબુકમાં રહેલી માહિતીનો જેવી કે ફોટોસ, તમારી પ્રોફાઈલમાં રહેલ માહિતી એટલે કે તમારું નામ, એડ્રેસ, જન્મ તારીખ ,સ્કૂલ તેમજ બિઝનેશ સંબંધિત માહિતીનો ઉપયોગ કરીને એક બીજું ડુપ્લીકેટ ફેશબુક એકાઉન્ટ બનાવે છે.

આ ધુતારાઓ પછી તમારા ફેસબુક એકાઉન્ટમાં જે મિત્રો છે એ લોકોને ડુપ્લીકેટ એકાઉન્ટમાંથી  ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે છે.

તમારા મિત્રો એ ડુપ્લીકેટ એકાઉન્ટ ને તમારું એકાઉન્ટ સમજીને એ ફ્રેન્ડ રિકવેસ્ટને સ્વીકારે છે

પછી આજ ધુતારાઓ  મેસેન્જર મારફતે  તમને એક મેસેજ મુકેશ છે. જેમાં મારી માતા કે પિતા કે કોઈ સંબંધી બિમાર છે એને તાત્કાલિક સારવારની જરૂર છે તો રૂપિયાની જરૂર હોવાથી તમે આ નંબર પર paytm કે  ગુગલ પે  કરી આપશો એવી તમને વિનંતી કરું છું આવા કેસમાં 100 માંથી એક જણ તો આનો શિકાર બની જાય છે અને આ ધુતારાઓનું  કામ પણ થઈ જાય છે.

આ ફ્રોડનો એવા લોકો શિકાર બને છે કે જેઓ facebook માં એક્ટિવ હોય છે પણ ફેસબુકની સિક્યુરિટી સેટિંગ વિશે એને પૂરતી માહિતી હોતી નથી અને આ  ધુતારાઓ નવા નવા ફેશબુક એકાઉન્ટ બનાવીને આવા ફ્રોડને અંજામ આપે છે.

તમારા ફેસબુકના એકાઉન્ટને સાવચેત રાખવા માટે એક ને માત્ર એક રસ્તો છે એ કે તમારા એકાઉન્ટમાં રહેલી માહિતી ને કોઈ અજાણી વ્યક્તિ જોઈ ના શકે એવી સિક્યુરિટી સેટિંગ કરવી પડે.

 

અહીં મુખ્યત્વે બે બાબતો વિશે વાત કરીશ.

પ્રથમ:  ઘણા લોકોના આવી રીતે ડુપ્લીકેટ ફેસબુક એકાઉન્ટ બન્યા હોય તો તેઓએ આના સામે શું પગલા લેવા જોઈએ?

જો તમને જાણ થાય કે મારુ ફેસબુક એકાઉન્ટ નું કોઈએ ડુપ્લીકેટ એકાઉન્ટ બનાવ્યુ છે તો તરત જ તમારા નજીકના મિત્રો કે ફેસબુકના મિત્રોને મેસેજ, whatsapp કે ફેસબુક મારફતે આ ડુપ્લીકેટ એકાઉન્ટ વિશે જાણ કરવી અને કોઈ પણ રૂપિયાનો વ્યવહાર કરવો નહીં એવી માહિતી આપવી.

બીજો ઉપાય એ છે કે Facebook ને આ ડુપ્લીકેટ અથવા ફેક એકાઉન્ટ વિશે માહિતગાર કરવા એની વિગતવાર માહિતી નીચે આપેલ છે.

 

1. પ્રથમ તો ફેસબુક એકાઉન્ટ લોગીન કરો.

2. જે ફેક એકાઉન્ટ છે એની પ્રોફાઈલ  ઓપન કરો.

3. પ્રોફાઇલ પેજ પર તમને ત્રણ દોટ એટલે કે ત્રણ ટપકા જોવા મળશે એના પર ક્લિક કરો.

4. એના પછી રિપોર્ટ પર ક્લિક કરશો તો તમને ત્યાં ઘણા બધા વિકલ્પો જોવા મળશે.

5. એમાં ફેક એકાઉન્ટ (Fake Account) વિકલ્પ પર ક્લિક કરો

6. નીચે એક ચેકબોક્સ હશે તેને સિલેક્ટ કરીને રિપોર્ટ બટન પર ક્લિક કરો

7  ત્યારબાદ Next  અને Done બટન પર ક્લિક કરીને ફેશબુકને આ ફેક એકાઉન્ટનો રિપોર્ટ મોકલી શકો છો.

 

બીજી : જો તમે ફેક એકાઉન્ટના શિકારથી બચવા માંગતા હોય તો નીચે આપેલ સિક્યોરિટી સેટિંગમાં બદલાવ કરવાનો રહેશે.

 

આમ તો ઘણી બધી સિકયોરિટી સેટિંગ છે પણ અહીં જે મહત્વની સેટિંગ છે  એના વિષે વાત કરીશ.

 

1. પ્રથમ તો ફેસબુક એકાઉન્ટ લોગીન કરો.

2. તમારા પ્રોફાઇલ પેજ પર તમને ત્રણ લાઈન જોવા મળશે એના પર ક્લિક કરો.

3. ત્યારબાદ Setting & Privacy  -> Settings પર ક્લિક કરો.

4. Settings વિભાગમાં Privacyનો એક વિભાગ હશે જેમાં તમને ઘણા બધા વિકલ્પો જોવા મળશે એમાંથી તમે Privacy Settings પર ક્લિક કરો.

5. Privacy Settings-> Privacy Shortcut-> Manage Your Profile પર ક્લીક કરો અને જ્યાં જ્યાં તમને Public વિકલ્પ જોવા મળે ત્યાં ત્યાં Frineds વિકલ્પ પસંદ કરો.

5. Privacy Settings-> How People Find and Contact Yout પર ક્લીક કરો અને જ્યાં જ્યાં તમને Public વિકલ્પ જોવા મળે ત્યાં ત્યાં Frineds વિકલ્પ પસંદ કરો.

6. Privacy-> Profile Lcoking માં જઈને તમારી પ્રોફીલે લોક કરી નાખવી જેથી કરીને અજાણી વ્યક્તિ તમારી પ્રોફાઈલ, ફોટો તેમજ ફ્રેન્ડ લિસ્ટ જોઈ નહિ શકે.

 

આ બધી સિક્યોરિટી સેટિંગથી તમે તમાર ફેશબુકમાં રહેલ માહિતીને આવા ફ્રોડ લોકોથી બચાવી શકશો.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ