વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

લે...ફરી આવી વસંત

લે... ફરી પાછી આવી ગઈ વસંત,

તું પણ આવને,તો હું પણ ખીલું.


લે... ફરી પ્રસરી ફૂલો માં સુગંધ,

તું પણ આવને,તો હું પણ મહેકુ.


લે... ફરી અંકુરીત થઇ આશાની કુંપણ,

તું પણ આવને, તો મુજ જીવન માં આવે વસંત.


લે... ફરી સંભળાયો કોયલ નો ટહુકો,

તું પણ આવને, તો હું પણ ચહેકુ.


લે... પાનખર ને વિદાય આપી,

જીવન ને મધમધતું કરીએ,

તું પણ આવને તો, 

ખરો વસંતોત્સવ ઉજવીએ.


               - વર્ષા ભાનુશાલી

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ