વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તારી યાદો

કેવી લાગે એક વખતની તારી યાદો મીઠી મીઠી,

એ યાદોની હારમાળામાં આ મન છે દુખી દુખી,


થઈ અદ્રશ્ય જાણે ચંદ્ર ખોવાય અમાસની રાતે,

મનડું છે ઉદાસ ને જીંદગી  લાગે  છે રૂખી રૂખી,


તારી  વાતોનો પટારો એ કેવો રુડો કાલો ઘેલો,

સરકે ના સમય ને ઘડીઓ લાગે છે તીખી તીખી,


મુલાકાતોનું સ્મરણ એજ સથવારો અત્યારે,

તને બંધ આંખે માણી રહ્યો છું ઝાંખી ઝાંખી,


મોટો રાક્ષસ બની ઉભો આ પર્વત એકલતાનો,

થઈ જાય  મિલન તો પળ બને છે સુખી સુખી,



- મિલન આંટાળા (સુરત)

@milan_poetry_lover

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ