વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હાઈકુ માળા - નારીની જીવનગાથા

સંતાન પ્રાપ્તિ,

દુઃખ નવ માહનું,

શક્તિની દેવી,


જન્મે દીકરી,

ત્યાં જ વસંતોત્સવ,

તારવે કુળ,


નમણું સ્મિત,

ઝાંઝર રણઝણે,

કાળજું ઠારે,


મીઠડી વાતો,

માતા પિતાની સેવા,

ઘર મહેકે,


મા જ છે ગુરુ,

સંસ્કારનું સિંચન,

લાજ મર્યાદા,


કન્યાનું દાન,

વસમી છે વિદાય,

પારેવું ઉડે,


છોડીને ગઈ,

જવાબદારી સાથે,

રડતો બાપ,


નવું કુટુંબ,

નવાં માતા-પિતા,

નવો સંગાથ,


પોતાને ઘસી,

સુખને વહેંચતી,

કુટુંબ કાજે,


નારી છે નરી,

ભગવાન સ્વરૂપ,

પૂજાને પાત્ર,

​Happy Women's Day

​- મિલન આંટાળા

​@milan_poetry_lover




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ