વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સાચો રસ્તો

માત્ર 26 વર્ષ ની જ પણ આખા ઘર ની જિમ્મેદારી હસતા મુખે ઊપાડનારી અંજલી વાઇટ ટીશર્ટ અને બ્લેક પેન્ટ મા કોઈ હિરોઈન થી ઓછી નહોતી લાગી રહી.. પણ તેના ચહેરા ના ભાવ જોઈ અને એક વાત નક્કી હતી કે કોઈ તે મુશ્કેલી અથવા તો કોઈ ઊંડી ચિંતા મા હતી. અંજલી તેની એકટીવા એક બાજુ વૃક્ષ ના છાયડે મુકી અને આમ તેમ જોવા લાગી. પણ ત્યારે ત્યાં શિવ મંદિરે માત્ર થોડા સાધુ- બાવા અને 6,7 દર્શન કરવા માટે આવેલા લોકો હતા. અંજલી ભગવાન ના દર્શન કરવા પણ ન ગઈ. ત્યાં બાજુ મા વૃક્ષ નીચે બેન્ચ પર જ બેસી ગઈ. તેના લાંબા રેશમી વાળ જે હવા ના લીધે લહેરાઈ રહ્યા હતા તેને બાંધી દીધા અને કોઈ ને કોલ કર્યો... પણ કદાચ સામે વાળી વ્યક્તિ એ તેનો કોલ રિશવ નહીં કર્યો હોય એટલે મોઢું બગાડી તરત જ મોબાઇલ મુકી અને તેના પર્સ મા એક વખત જોયું... થોડા સમય પછી ફરી એક વખત પર્સ મા જોયું પછી પર્સ ને તેના ખોળા મા રાખી અને ફરી થી મોબાઇલ હાથ મા લીધો..

અડધી કલાક જેટલો સમય થઈ ગયો. અંજલી થોડી થોડી વાર મા તેની પિંક ઘડિયાળ મા સમય જોયા કરતી હતી. એટલા મા જ એક યલો શર્ટ, વાઇટ શૂઝ, ઘઉંવર્ણ નો પાતળો છોકરો (પ્રેમ) સામે થી આવતો દેખાયો. અંજલી તરત જ ઊભી થઈ. થોડી સ્માઇલ સાથે બોલી આવી ગયો તું. એટલું મોડું કેમ થયું? બધું ઓકે તો છે ને?? અને તે મને અત્યારે અહીં શા માટે બોલાવી?

પ્રેમ : હા બધું ઓકે જ છે. તારી સાથે એક જરૂરી વાત કરવી હતી અને ફોન પર હું કદાચ તને ન સમજાવી શકુ એટલે અહીં મળવા બોલાવી.

અંજલી : પણ ઘરે...

પ્રેમ : હું ઘરે આવી પણ કેમ શકુ?? અને આવુ તો પણ ખોટું બોલવું પડે . અને તારે પણ ઘરે ઘણાં સવાલ ના જવાબ આપવા પડે અને એ પણ ખોટા જવાબો..

અંજલી : અરે પ્રેમ તુ આ બધું શું બોલે છે ? મારે કે પછી તારે જુઠ્ઠું શું કામ બોલવું પડે ?? આખરે પ્રોબ્લેમ શું છે?

પ્રેમ : પ્રોબ્લેમ કાંઈ છે જ નહીં પણ હું જાતે જ એક પ્રોબ્લેમ છું.

અંજલી :જો પ્રેમ આવી વાતો ન કર પ્લીઝ. અને હું પૈસા લાવી છું. અત્યારે પાંચ હજાર જ છે મારી પાસે હું થોડા દિવસો પછી બીજા...

પ્રેમ : અત્યારે પૈસા ની જરૂર નથી. અને હવે તારે મને પૈસા નહીં આપવા પડે.

અંજલી : પ્રેમ મને તારી વાત બરાબર ન સમજાણી. તારે જે પણ કહેવું હોય ચોખવટ થી જણાવી દે .તે મને અહીં મંદિરે મળવા શું કામ બોલાવી?? અને મને તારી આવી વાતો થી વધારે ચિંતા થાય છે.

પ્રેમ : તો સાંભળ મે ભણવાનું છોડી દીધું છે બેના.

અંજલી તરત જ ઊભી થઈ જાય છે.

અંજલી : શું કહ્યું તે પ્રેમ ??? તુ ગાંડો થઈ ગયો છે કે??

અંજલી પ્રેમ ની બાજુ મા જઇ ને : પ્રેમ તું મજાક કરે છે કે? જો પ્રેમ આવુ જૂઠું ન બોલ હું અત્યારે ખરેખર ખૂબ ટેન્શન મા છું ભઈલા...

પ્રેમ : બેના સાચું જ કહું છું. પાપા ના ગયા પછી પણ તે હાર ન માની અને ઘર ને સારી રીતે ચલાવે છે અને ઊપર થી મારી સ્ટડી માટે ફી.. તારે હવે મેરેજ કરી લેવા જોઈએ..

અંજલી : પણ નાનકા બધું બરાબર જ ચાલે છે . જો તારે પુસ્તકો માટે કે ટયુશન માટે વધારે પૈસાની જરૂર હોય તો મને જણાવ ને. હું તારા માટે ગમે તેમ કરીને...

પ્રેમ : ના એવું કાંઈ જ નથી.. પણ (પ્રેમ ની આંખ મા પાણી આવી જાય છે)

અંજલી : હેયયયય પ્રેમ.. હું છું ને તારી સાથે સાચું કહેજે કોઈ એ કાંઈ કહ્યું??

પ્રેમ : પ્લીઝ મારી મદદ કર બેના (પ્રેમ રડી પડ્યો ) બેના તે મહેનત થી જે પૈસા મને ભણવા માટે આપ્યા હતા. તે જે પૈસા માટે દિવસ રાત મહેનત કરી હતી. તે જ પૈસા મે ભણવા પાછળ નહીં પણ ખોટે રસ્તે ખર્ચ કર્યા છે.હું જણુ છું કે મે ખોટુ કર્યું પણ ખબર નહીં કેમ હુ મારા મિત્રોની સાથે..

અંજલી :(પ્રેમ નો હાથ પકડી અને) પ્રેમ.. આ શું બોલે છે? નાનકા.. તો તુ કોલેજ ગયો જ નથી? અને એવા વળી કોણ દોસ્ત તારા?

પ્રેમ : બેના કોલેજ તો રોજ જતો પણ થોડા દિવસો પહેલા મારા મિત્રો સાથે હું.. (પ્રેમ ફરી એક વખત રડી પડ્યો)

અંજલી : હેય પ્રેમ ઇટસ ઓકે. તુ રડ નહીં ભઈલા. બધું ઓકે થઈ જશે.

પ્રેમ : કાંઈ જ ઓકે નહીં થાય. હું ખોટા રસ્તા પર ચાલ્યો ગયો છું . ઘણી બધી ખરાબ આદતો નો શિકાર બની ગયો છું. હું હવે કાંઇ નહીં કરી શકુ.

અંજલી : પ્રેમ મારા ભઇલા કોણ કહે છે કે તુ ખોટા રસ્તે ચાલ્યો ગયો છે? જે બન્યું તે બન્યું એ વાત ને જતી કર. તુ ભણવા નુ ફરી થી શરૂ કર અને મહેનત થી ભણવા મા ધ્યાન આપ બધું ઓકે થઈ જશે. ભુલ તો દરેક વ્યક્તિ થી થાય જ છે.

પ્રેમ : પણ તારી લાગણી ને હું સમજી ન શક્યો અને મમ્મી ને આ વાત ની જાણ થશે તો મમ્મી તો...

અંજલી : એવું કશું જ નહીં બને . જો એક વાત સાંભળ તે છેલ્લા કેટલાક દિવસોથી તે જે પણ કાંઈ કર્યું હતું તે ભૂલી અને આગળ વધ એમાં જ ભલાઈ છે. (પર્સ માંથી પૈસા પ્રેમ ને આપે છે ) આ પૈસા તુ સાથે લેતો જા. તારુ ભણવાનું ન છોડ પ્રેમ..

પ્રેમ : પણ બેના મને ડર લાગે છે. હું ક્યાંક ફરી એક વખત ભૂલ ન કરી બેસુ.

અંજલી : પ્રેમ હવે તુ ક્યારેય કોઈ પણ ભૂલ નહીં કરે કેમકે તુ સાચું બોલતા શીખી ગયો છે. ( અંજલી પ્રેમ સામે એક મીઠી સ્માઇલ કરે છે )

(થોડી વાતચીત બાદ બંને ભાઈ-બહેન છૂટા પડે છે.)

અંજલી તેની એકટીવા સ્ટાર્ટ કરી અને વીચારે છે કે પ્રેમ ખોટા રસ્તે થી પાછો ફર્યો છે અને સાથે સાથે સાચું બોલતા પણ શીખી ગયો. હવે પ્રેમ તેના રસ્તા પરથી ક્યારેય નહીં ભટકે.હવે અંજલી ના ચહેરા પર એક સ્મિત હતું....

kaju chavda


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ