વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બની તું

વિતેલા દિવસોની હવે,

મારી વાર્તા બની તું.

આવનારા દિવસોની હવે,

મારી યાદો બની તું.


પ્રેમમાં હતાં સાથે હવે,

અહેસાસ બની તું,

દિલના દરવાજા પર હવે,

છાપ બની તું.


રાત્રીના સ્વપ્નમાં રમતી હવે,

દિવાસ્વપ્ન બની તું,

દિવસના આંખનો પ્રકાશ હવે,

અંધકાર બની તું.


હૈયાની હેલીમાં દરિયાના હવે,

મોજા બની તું,

મરજીવો બન્યો હું ને હવે,

ઓકસીજન બની તું.


પ્રેમ પાંગરતા પાંગરતા હવે,

નફરતની નહેર બની તું,

સૂકા વેરાન હૃદયમાં હવે,

મૃગજળ બની તું.


ભલે નફરત કરતી હવે,

પાગલ બની તું.

ગમે તે કરે તું તોય હવે,

રાજની રાણી બની તું.



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ