વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તરબતર

આંખ, નાખ, ગાલ, હોઠ, એની સુગંધથી તરબતર

જિસ્મ મારું મઘમઘે છે એની સુગંધથી તરબતર


મન પણ ઝાલ્યુ ના રહે, દોડી જાય એના મારગે

હૈય્યુ જોને ધબધબે છે એની સુગંધથી તરબતર


આંખોમાં સમાઈ છબી, લાગે પ્રતિમા સંગમરમર

સ્પર્શે નામ જીભને જો, એની સુગંધથી તરબતર


એના સાનીધ્યે વાચા હણાઈ, સ્પર્શ કેવળ રહ્યો

રોમ રોમ મારું થયું બસ, એની સુગંધથી તરબતર


"પ્રકાશ" હું મુજમાં ના રહ્યો, થઈ ગયો પડછાયો

આરપાર કોઈ થયું બસ, એની સુગંધથી તરબતર


પ્રકાશ પટેલ

23/03/2021

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ