રહેવા દે મને
હું જેમ છું એમ જ રહેવા દે મને.
મારા દિલની વાતડી કહેવા દે મને.
નદીની જેમ વહ્યાં કરવું છે સતત,
ગઝલમાં ધોધમાર વહેવા દે મને.
શ્વાસો મારાં એમ ભલે વધ્યા કરે,
મનના સઘળાં દુઃખ સહેવા દે મને.
રેતીનો દરિયો આંખે છલકાયા કરે,
હવે અહીંથી નીકળી જવા દે મને.
ઘાયલ થઈ જીવવું પડયું "તકદીર"
આ દદૅ દિલની થોડીક દવા દે મને.
-જે.એમ.ભમ્મર
"તકદીર"
.