વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઉદય

વર્ષ પૂરું થાય છે, સામે નવો ઉદય પણ થાય છે,
યાદો જૂની થાય છે, સાથે નવાં સ્વપ્નોનો ઉદય થાય છે.

ઘણાં ભૂલી જાય છે, મળશે સફરમાં નવાં ‌મિત્રો,
એકબીજાની સાથે નવાં વ્યવહારનો ઉદય  થાય છે.

ઘણાં ભૂલો કરી જાય છે, વધવા આગળ ઉતાવળથી,
એમની સારી વાતોને યાદ કરી માફીનો ઉદય થાય છે.

ઘણાં રાહ જોઈ ઉભાં રહી જાય છે જૂની યાદોથી,
સાથ સદા બની રહે એકબીજાની સમજણનો ઉદય થાય છે.

ઘણાં છોડી જાય છે, વિશ્વ મહામારીના સંક્રમણથી ,
જીવનભર સાથ સંગાથની યાદોનો ઉદય થાય છે ‌

ઘણી કડવી યાદોને ભૂલી જવી છે, યાદ કર્યા વિના,
હ્રદયમાં દુઃખ અને સુખ સાથે નવાં સ્વપ્નાનો ઉદય થાય છે.

વર્ષ પસાર થતું જાય છે, જેમાંથી થયાં હતાં પસાર,
યાદોનાં ટૂકડાની ગઠરી સાથે નવાં વર્ષનો ઉદય થાય છે.

દીપ્તિ પટેલ'શ્રીકૃપા'
  વડોદરા.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ