વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પિપાસા

નિત્ય કર્મ કરતા અલૌકિક જે પિપાસા લાગે છે,
ભાગ્ય નોખાં છે ફરક સર્વનાં નસીબના લાગે છે.

વાત  સાથે  ઓતપ્રોત   સૌરભ  સર્વત્ર  પ્રસરી,
ભીતરે  રાખી  છે સગપણની મહેંક એ  લાગે છે.

ડૂબકી મારી દરિયામાં હરિ પ્રેમનાં મોતી પામવા,
વ્યાજ  સાથે  આપશે  ઉમ્મીદ  કાયમ લાગે છે.

આવતું એક  સપનું  વિશાળ વિશ્વમાં તુજ સંગે,
અસ્ખલિત  ઝરણું  હૃદયમાંથી  વહેતું લાગે  છે.

બુંદ  સમજી  સ્પર્શીને  નિગૂઢ  નયનોથી  અંતે,
પ્રસન્ન   અંતરે   'શ્રીકૃપા'  મને   કરી  લાગે  છે.

દીપ્તિ પટેલ'શ્રીકૃપા'
વડોદરા


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ