રહેવાય છે ક્યાં!
તારાથી દૂર મારાથી રહેવાય છે ક્યાં!
છતાં પણ તારી પાસે અવાય છે ક્યાં!
વચને બંધાયેલા છે આપણાં સંબંધો,
સાથ છોડી પણ હવે જવાય છે ક્યાં!
ઘાયલ થઈ પડ્યો છું તારી નિગાહમા,
તારાંં વિનાની જિંદગી જીવાય છે ક્યાં!
તું રાધા અને મીરાં પણ બની શકે છો,
પણ મારાથી કદી કાન થવાય છે ક્યાં!
શબ્દો હોઠ પર અટકી જાય "તકદીર"
લખવા બેસું ગઝલ તો લખાય છે ક્યાં!
-જેેએમ.ભમ્મર
"તકદીર" માાાા માાાાા ક્યાંાં