વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સંગીત

સદાય  દિલમાં  ઝંખના, તુજ  હ્રદયમાં રહેવું છે,
મન ચંચળને સ્થિર કરી, તુજ  હ્રદયમાં રહેવું છે.

મનમાં  ગુંજતું  સંગીત, ભક્તિ  ભાવે  ભીતરમાં,
અથાગ આનંદે  અમરત ગાને, હ્રદયમાં  રહેવું છે.

સમયની રેત સાથે, સ્નેહ સભર ભીની આંખોમાં,
ત્યજી  તૃષ્ણા  સત્ય  માર્ગેથી  હ્રદયમાં  રહેવું  છે.

તૃષાતુર  અપરિમેય સૃષ્ટિમાં, સ્મૃતિના સ્વપ્નોમાં,
બુઠ્ઠી  ક્ષણોને તેજ  કરવા માટે હ્રદયમાં  રહેવું છે.

ભીતરનાં ભારણથી યાચું અવિરત મયા જિંદગીમાં,
'શ્રીકૃપા' કરો, કર બે જોડી પ્રાર્થું હ્રદયમાં રહેવું છે.

દીપ્તિ પટેલ'શ્રીકૃપા'
  વડોદરા.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ