વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

થાકી છું હું સાંભળશો?

મા ભોમનો પોકાર



થાકી છું હું સાંભળશો



ઉપકાર આટલો વહન કરી, થાકી છું હું સાંભળશો?

અપકારને આપી આશરો, થાકી છું હું સાંભળશો?



આવતા જતા હર કોઈ, ન દેખાયા કોઈને મારા આંસુ,

કોને જઈ કહું કરમ કહાણી, થાકી છું હું સાંભળશો?



વાત છે ગહન એટલી, આંસુ ન લાવી હું આંખે કદી,

ધ્રુજતી રહી આ પાલકમાતા, થાકી છું હું સાંભળશો?



મનના ધાર્યા કર્યા બે ચાર સંતાને, ફળ પામ્યો પરિવાર,

એ બે-ચાર જ કરશે નિઃસંતાન, થાકી છું હું સાંભળશો?



સુણી દર્દ ઉઠશે બે-ચાર, ગતકડાં કરી કરશે સારું કાજ,

સમજાય છે મને સઘળી વાત, થાકી છું હું સાંભળશો?



નથી તાણવો ઘૂંઘટ મોટો, મારી ઓઢણી લીલી રાખો,

ઘૂસશે નહીં કોઈ રોગ કદાપિ, થાકી છું હું સાંભળશો?


કરે છે મા ભોમ પોકાર, સાંભળ મનવા ચેતજે આજ,

કહે છે દિલના દર્દ દ્રારે આવી, થાકી છું હું સાંભળશો?



- તેજલ વઘાસીયા (ઉમરાળી, જૂનાગઢ)

૨૦/૦૪/૨૦૨૧ મંગળવાર

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ