વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બોલ દોસ્ત

હોય કોઈ દુઃખ તો બોલ ભાગીદાર બનું હું.,

બોલ આવતા વરસાદ સામે છત્રી બનું હું..


યાર આમ એકલો ચૂપચાપ ના રહીશ તું..,

વાત કર ને એટલે તેમાં ભાગીદાર બનું હું..


અને સાંભળ,

વાત કરતો નહીં તું કોઈ સવાર કે સાંજ વિશે હો,

તું વાત કર ને અંધકાર વિશે તો પ્રકાશ બનું હું..


રાખજે થોડોક વિશ્વાસ તો કિનારો બનું હું.,

હાથ પકડી લે મારો તો તારો સહારો બનું હું..


જો હોય કોઈ પ્રશ્ન તો બોલ તેનો જવાબ બનું હું..,

કૃષ્ણની જેમ તારો સાથ આપવા "આશિષ" બનું હું..

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ