વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બચપણ

એ ગલીઓમાં રમવાની બહું  મજા હતી,

બાળપણમાં  અમારે  દરરોજ  રજા હતી,

રોટલા અને ઓટલાની શી તમને વાત કરું?

સુખદુઃખમાં સાથે રહેનારી એ પ્રજા હતી !

 

આંબા ડાળે કોયલ બોલે ને વને નાચે મોર

લીલો મોલ  ને  હરિયાળી ધરતી ચારેકોર

ઉપર આકાશે પક્ષીઓની ફોજ ચાલતી ,

અહીં ગાડીઓ ને ત્યાં કલરવનો શું શોર !

 

ડુંગર અમારે મન ફરવા જવાનો પ્રવાસ,

પક્ષીઓ ને ગાયો  એજ એક  સહવાસ,

ભજનો, લોકગીતો ને ડાયરાની રમઝટો,

આનંદથી માણતા ભલે હોય ને અમાસ.

 

કલમ પણ હવે ખૂણે પડી પડી શું રડે છે!

શબ્દ શોધવા જતાં એને કવિતા જડે છે,

શહેરની વસ્તી વચ્ચે હવે શું કહું તમને ?

કોંક્રિટ દિવાલોમા  મારું બચપણ સડે છે.







ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ