વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તળાવમાં તે કોણ

બાળગીત


તળાવમાં માછલી તરતી'તી ભાઈ,

આમ ને તેમ ઊછળતી 'તી  ભાઈ.


કાંઠેથી દેડકા એને  જોતા'તા ભાઈ,

ડ્રાઉં ડ્રાઉં એ તો કરતા'તા ભાઈ.


ભગરી ભેંસ દોડતી આવતી'તી  ભાઈ,

તળાવમાં આવી ડૂબકી મારતી'તી ભાઈ.


બગલાભાઈ તળાવમાં આવતા'તા ભાઈ

ભેંસ ઊપર બેસી ચાંચ મારતા તા ભાઈ.


મોટો મગરમચ્છ તળાવમાં આવતો'તો ભાઈ,

માછલીને દેડકો એને જોઈ છૂપાતા'તા ભાઈ.


કાંઠે ઊભા બાળકો તળાવ જોતા'તા ભાઈ,

તળાવમાં કોણ કોણ રહે એ જોતા'તા ભાઈ.



©રાજુસર.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ