વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શંકા

આજે ધવલની બુક લગભગ બે વર્ષ પછી પ્રકાશિત થઈ હતી. એની ખુશીમાં એણે ઘરે પાર્ટી રાખી હતી. ધવલે પોતાની પત્ની નેહાને આજથી ચાર વર્ષ પહેલાં છૂટાછેડા આપ્યા હતા. કારણ હતું નેહાના ફોનમાં આવેલા એના કોલેજના એક મિત્રના મેસેજ....

...પણ આજે ધવલ અને નેહા બંને સારા મિત્રો હતા તે પણ પાર્ટીમાં આવી હતી. પાર્ટીમાં નેહાએ જોયું કે ધવલ સાથે એક છોકરી હતી.

નેહાએ પૂછ્યું, "આ કોણ?"

ધવલે કહ્યું, "મારી કોલેજ ફ્રેન્ડ, સપના અને આજથી મારી થનાર પત્ની"

ને પછી પુસ્તકના નામ પરથી પડદો હટ્યો.....નામ હતું....

          "શંકા - સંબંધોનો સળવળતો કીડો"

નેહાની આંખના ખૂણા ભીના થઈ ગયા અને લાંબો નિઃસાસો નાખી ત્યાંથી ચાલી ગઈ...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ