વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રમત લાગણીઓની...

શું કરવા બેઠી છે, આ આજની પેઢી?!

હૈયાની લાગણીઓને, આંગળીનાં ટેરવે વેઢી!!


આ મારી બેસ્ટી, ને પેલો મારો બેસ્ટ ફ્રેન્ડ!!

દોસ્તીનાં સંબંધને, બદનામ કરે છે!????


વિશ્વાસના નામ પર જ, છેતરામણી થાય છે!!

મિત્રતાની આડમાં, બીભત્સ ખેલ રચાય છે!!????


જે ગમે તે કરવું, જેમ મજા આવે તેમ કરવું!!

જે કરવાનું છે એ ભૂલીને, ના કરવાનું કરવું!!????


કહે છે આજની પેઢી, આજ તો છે ઉંમર!!

કંઈક બનવાની, કંઈક કરવાની, ક્યાં કોઈને ફિકર!!????


ના વિચારવું માં-બાપનું, ના ખુદના ભવિષ્યનું!!

બસ, પોતાનીજ દુનિયામાં મસ્ત રહેવાનું!!????


વિચારે "લાડુ" આ તો કેવી રમત!!

જ્યાં સાચી લાગણીઓની નથી કોઈને ખપત!!????????


✍️- ખ્યાતિ સોની "લાડુ"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ