વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દબાવી રાખ્યા છે

સ્મરણોને વરસોથી દબાવી રાખ્યા છે.
વરસો જુના સંબંધો ટકાવી રાખ્યા છે.

ખબર હતી કે જરૂર થઈ જશે મિલન,
દીવડા ઝગમગતા પ્રગટાવી રાખ્યા છે.

મોઘમ ઈશારે થઈ ગઈ'તી ઘણી વાતો,
એટલે પડદાં અમે ખોલાવી રાખ્યા છે.

પ્રેમ લાગણી સંઘરી બેઠો છું અકબંધ,
હોઠોને ખુબ અમે તરસાવી રાખ્યા છે.

લાંબો પંથ કાપી થાકી જવાયું "તકદીર"
હવે ઓરડે ઢોલિયા ઢળાવી રાખ્યા છે.

-જે.એમ.આહિર
" તકદીર"





લાંબ
 પંથ કાપી થાાકી
એટલે પડદાં છેતડાાંાંં રુુુુુ

                                                  

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ