વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સમાધાન 2

"સમાધાન"  (૨)



શિક્ષિત બેકારીનો જમાનો. નજીવા પગારમાં ફેક્ટરીમાં કામે લાગ્યા બાદ તનતોડ મહેનત કરી બપોરે કડકડતી ભૂખ લાગવી સ્વાભાવિક છે. 

 

ટિફિન ખોલ્યું અને રોટલી મુકવા બાજુમાંથી પસ્તીનું કાગળ લઈ નીચે પાથરતા નજર પડી અને ડૂસકો ગળી ગયો. લાગણીથી લખેલી કવિતાનાં શબ્દો અને લિખિતંગમાં મારુ નામ. બસ ભૂખ મરી ગઈ. 

 

મગજ ચકરાવે ચડ્યું કે શું અદ્ભૂત હું લખતો અને શું હતા મારા સપના! પણ ખિસ્સામાં બાકી બીલોનો પહેરો જોઈ પાછો કામે વળગી પડ્યો.



 



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ