વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એ હૂંફ

એ હૂંફ


કઠિન હોય છે પ્રિય સ્વજનને સદાયે માટે ગુમાવવાનું  દુખ

જેની યાદ, હૃદયમાં ભોંકાવે એક વિચિત્ર પ્રકારની શૂળ..

જીવનમાં ક્યારેય કોઈનામાં ન દેખાય એના જેવી સૂઝ

સમજાયું, હવે ક્યારેય કોઈ ન આપી શકે એના જેવી હૂંફ...


સમજણના અનોખા બંધન પર વિહરતો હોય છે એ સંબંધ,

કોને ખબર હતી આમ સમેટાઇ જશે ત્વરિત એ ઋણાનુબંધ

ગુમાવીને એ સ્વજન હૈયું રહે છે કંઇક ગૂમસુમ

હવે કોણ આપશે એના જેવી એ નોખી અંગત હૂંફ..


યાદ આવે છે ઘણીય એ ખાટીમીઠી ગોષ્ઠી

જે દુનિયાથી અજાણી, સર્વ બંધનોથી મુકત રહેલી...


નાનકડી એ વાતો, જે નોતરતી ખિલખિલાટ હાસ્ય

એ ગાંભીર્ય ભરેલા સત્સંગો, જે યાત્રા કરાવતા

અવકાશને પેલે પારની, તો ક્યારેક દરિયાના પેટાળની...

અને એમાં ય મથામણ કરી ફંફોસતા જીવનમહી

છૂપાયેલા ગહન રત્નોની...


પણ

હવે તો આકાશ તરફ મીટ માંડી ખુદને અનુભવું લાચાર

ઇશ્વરીય ફેંસલાને સ્વીકારી, બનું હું અસહાય યાચક..

હે વિધાતા, હવે તું જ આપજે મારા સ્વજનને હૂંફ

મેં તો ખોઈ દીધી કાયમ માટે એ અનોખી અંગત હૂંફ

જેને અનુભવી, એ જ જાણે એ નોખી અંગત હૂંફ...









ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ