વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આજે ભીંજાવા દે...

ઓચિંતો આવ્યો આજ પહેલો વરસાદ

આભની અટારીએથી આવ્યો મહેમાન

એને આંગણે આવકારવા દે

માં મને આજે ભીંજાવા દે...


લહેરાતા ઘુમરાતા તોફાની વાયરાની સંગે થોડુ તોફાન કરવાદે

માં મને આજે ભીંજાવા દે...


ઉંબરાના નૅવલેથી વહેતી  ધારાઓ મારી હથેળીમાં જીલવા દે

માં મને આજે ભીંજાવા દે...


 વિજના ચમકારે  થતો ઊજળો આકાશ કેવો!!કુદરતની કારીગરી જોવા દે 

માં મને આજે ભીંજાવા દે...


ફળિયામાં ભાસતી દરિયાની મોજમાં કાગળની હોડી તરાવા દે

માં મને આજે ભીંજાવા દે...


મલકાતી વાદળીની ગર્જનાની સામે મને ગર્જના તું કરવા દે

માં મને આજે ભીંજાવા દે...


રસ્તે ભરાયેલા પાણીના  ઉંચા નીચા વહેણ સંગ આજ થોડો વહેવા દે

માં મને આજે ભીંજાવા દે...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ