વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કોરોના અને બાળક

'કોરોના અને બાળક'

➖️➖️➖️➖️➖️➖️

આવ્યો કોરોના,લાવ્યો માથાકૂટ.

જો, ને મને પુર્યો  ઘરમાં.

કરાવે મમ્મી એના કામ.

કરાવે પપ્પા એના કામ.

મન મારું હોય રમતમાં.

હું તો સાવ આમ.

જો,ને મને પુર્યો ઘરમાં.

થાય ભૂલ, ભાઈ મારે.

દીદી ચીડવે.

નાની ખડખડાટ હસે.

જો, ને રમત થાય ઘરમાં.

જો, ને મને પૂર્યો ઘરમાં.

ટ્યુશન ન જવાય.

કે ન જવાય સ્કૂલ.

રમવા ન જવાય.

કે ન જવાય ગામમાં.

જો,ને મને પુર્યો ઘરમાં.

જો એક છીક મારાથી ખવાય.

આખુ ઘર ઘવાય.

લાખો સુચના મને દેવાય.

અરે,! ઘરમાંય  શાંતિથી ન રહેવાય.

સાલો,કોરોના કેવો કહેવાય.!

છે, સામાન્ય વાત છીક ની.

નાખે બધાને ભ્રમમાં.

જો, ને મને પૂર્યો ઘરમાં.


✍️ જયા.જાની.તળાજા. "જીયા".












ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ