વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કયાંક...

                    ક્યાંક....


કશીક સજાવટ કરવામાં કયાંક વાર લાગી;

કશીક બનાવટ કરવામાં ક્યાંક હાર લાગી...!


વરસેલો ધોધમાર વરસાદ વધાવી રહ્યા,

એની રમઝટ રમવામાં જ ક્યાંક ધાર લાગી...!


ખીલેલા ફૂલોએ બીછાવી રાખી'તી જોને જાજમ,

હવે અત્તર નીચોવી લેવામાં કયાંક માર લાગી...!


વહેવાર આજ તો ઘણો અજબનો બની રહ્યો,

સ્નેહ સમજણની સીમામાં જ ક્યાંક ઠાર લાગી...!


સગપણના સરનામાઓની લાંબી કતારમાં,

ભટકી ભૂલા પડેલા ભાવમાં ક્યાંક ખાર લાગી...!


'ફાગ' અહીં ચોમેર વણસી રહ્યું છે જીવતર,

હવે વહાલપ ભરવામાં જ ક્યાંક સાર લાગી...!



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ