વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આવ્યું છે ભાઈ ચોમાસું.

આવ્યું છે ભાઈ ચોમાસું...



ઋતુ નથી કોઈ જગ આખામાં એના જેવી છેકથી

વાત કરું લ્યો વરસારાની આજે એકડે એકથી,

          માણસ રાજી ખાસ્સું,

            આવ્યું છે ભાઈ ચોમાસું....


તપતો ચૈતર,વૈશાખ વેરી,જબરા ઓલ્યા જેઠથી,

જળ તપ્યુંને બની વરાળો છેક દરિયા હેઠથી,

          અષાઢને આવ્યાં આંસુ,

              આવ્યું છે ભાઈ ચોમાસું.


ગગન ગાજે,મોર ટહુકે,વાદળ ઘનઘોર કાળાં,

     નદીઓ છલકે,છલકે સરવર નાળાં,

            શ્રાવણ ઝરમર ન્હાશું,

           આવ્યું છે ભાઈ ચોમાસું.


જળ ભરેલો ભારે ભરપૂર,કરતો નકરા ચાળા,

મન મેલીને વરસ્યો વ્હાલો,તોડ્યા બંધને પાળા,

             ભાદરવે શું ખાશું? 

          આવ્યું છે ભાઈ ચોમાસું.


આવન જાવન કરતો મેઘો,ઠંડી મોકલે જાસો,

ક્યારેક ભીનો ક્યારેક કોરો,એવો મહીનો આસો,

              ધરતી હસતી લાસું,

           આવ્યું છે ભાઈ ચોમાસું.


ઋતુ નથી કોઈ જગ આખામાં એના જેવી છેકથી

વાત કરું લ્યો વરસારાની આજે એકડે એકથી,

            આવ્યું છે ભાઈ ચોમાસું....

         

                 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ