વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રેમસાગર

વર્ષાનું આગમન થયું ધરતી પર 

ને ધરતી નું હરિયાળું થવાનું.


મેઘ ધરાનું મિલન છે નિરાળુ

ને સ્વર્ગની સૃષ્ટિનું નિર્માણ થવાનું.


કાદવ કીચડનું સર્જન થાય

ને કમળના અરમાનોનું જાગ્રત થવાનું.


વરસ વરસ ઐ વર્ષા તું, ને તારૂ

ને મારૂ આજ મિલન થવાનું.


આનંદ ઉલ્લાસની હોય ચિચિયારી

ને મારૂ યૌવન-તન ભીંજવાનું.


વરસીજા વરસીજા, મારા દિલની રાણી, 

ને મારી પાંદડીઓ પર તારૂ રોકાઈ જવાનું.


વર્ષાની અમૃત ધારને કમળના પાંદળીના 

ખોબલે થી પી જવાનું.


અંગ-અંગ મિલનની માદકતાને

એ ક્ષણ-ક્ષણનું અણમોલ થવાનું


ઝરમર ઝરમર વર્ષામાં પ્રકૃતિ હસેને 

કમળને વર્ષાના "પ્રેમસાગર" માં ડૂબી જવાનું.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ