વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગુનેગાર

માઈક્રો ફિક્શન 

 

ગુનેગાર 

 

કસ્તુરબા ગાંધી મહિલા આશ્રમના રુમ  નંબર 102 ની પરસાળમાં બેઠેલી  વનિતાને વરસતો   વરસાદ રુંવે રૂંવે આગ લગાડતો હતો.યાદ આવી ગઈ વનિતાને એ કાળ રાત્રી....આવી જ  વરસાદી રાતે ગામના ઉતાર રઘલાએ તેની ઈજ્જત પર હાથ નાખ્યો હતો.અને તેણે ગુસ્સામાં આવી બાજુમાં પડેલા પથ્થરથી તેણે રઘલાનું માથું છુંદી નાખ્યું હતું. સમાજની નજરે  તેણે ખૂન કર્યું હતું પણ તે કોઈ ને કેમ સમજાવે કે ખૂન તો થયું હતું તેના શમણાંઓનું,તેની ઈચ્છાઓનું,તેની ઈજજતનું...તેણે ન  કરેલા ગુનાની સજા તે અને તેનું ગર્ભમાં રહેલું બાળક ભોગવી રહ્યા હતા... 

વનિતાનો અંતરાત્મા એક જ પ્રશ્ન કરે છે શું હું ગુનેગાર છું ?

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ