વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઝંખના

માઈક્રો ફિક્શન 


ઝંખના 


"સી વ્યુ" આલીશાન બંગલાની બાલ્કનીમાં બેસીને પ્રિયા ગરમ કોફીના કપમાથી એકલતાના ઘૂંટ ઉતારતી બહાર વરસતા વરસાદને નિહાળી રહી હતી.ઘરમાં અઢળક સંપત્તિ હતી સ્વર્ગીય સુખો હતાં છતાં તેની આંખો તો શ્રાવણ ભાદરવો વરસાવતી હતી...અને આઉટ હાઉસમાં રહેતા  શિમલા અને તેની પત્નીના સંસાર ને જોઈ રહી હતી...  તેના સંસારનાં સોનેરી શમણાં ઝંખના બની રહી ગયાં હતાં કારણકે તેના પતિ ની એબ ધન દોલત ની ઝાકઝમાળમાં દેખાઇ નહીં અને તે ભર વરસાદે કોરી જ રહી ગઇ...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ