વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નિર્મોહી

પ્રકાર - ગદ્ય

શીર્ષક : નિર્મોહી

રચના:

શું કરું? ક્યાં થી શરૂઆત કરું? શું લખું એના માટે કંઈ સુજતું નથી. હા, પણ એ એના નામ જેવી જ હતી. નિર્મોહી. કોઈ પણ જાતનો મોહ એને નહતો. 


દુનિયા થી અલગ અને નિરાળું એનું વ્યક્તિત્વ હતું. ખબર નહિ, પણ કેમ એ આટલી ઉંમરે પણ ખૂબ જ મીઠડી લાગતી હતી. એક સમયે હંમેશા કપાળમાં સળ પડેલા અને આંખોની ભ્રમર ખેંચેલી રાખતી, દરેક કામ માં પરફેકટ પણું. હંમેશા તર્કથી સામેવાળાને પછડાટ આપતી એવી. દેખાવમાં પણ એટલી જ  સૌમ્ય, ગુલાબી પરવાળા જેવા હોઠ, બદામ જેવી આંખો અને કાળા નાગ જેવો લટકતો ચોટલો. જ્યારે તર્ક ક્યારે ટાયર ભલભલા વિચારમાં પડી જાય તેવી એની મૃદુ છતાં કડક વાણી.


નિર્મોહી  બધી વાતે શોખીન. પરણીને સાસરે આવી ત્યારથી એ બધાંની લાડકી નાના જોડે નાની અને મોટા જોડે મોટી થઈ જતી. ક્યારેક વ્યવહારે ઠાવકી થતી તો ક્યારેક છોકરાઓ ભેગી અલ્લડ અંદાજ અનુસારતી.

અને એટલે જ તો એને સૌથી વ્હાલી, લાડકી દીકરી, વહુ, દેરાણી, જેઠાણી, કાકી, મામી, ભાભી અને નણંદ જેવા નામ મળ્યા હતા.


વખત જતાં નિર્મોહીને પ્રભુએ રૂપકડાં બે જોડિયા બાળકો આપ્યા. એક દીકરો અને એક દીકરી. પ્રભુએ એના પર કૃપા વરસાવી. ઘણી તકલીફો વેઠ્યા પછી પણ નિર્મોહીને માતૃત્વ ધારણ કરવાનું સુખ મળ્યું હતું. પણ સહન કરેલ તકલીફોનું પ્રભુએ વ્યાજ સાથે વળતર પણ આપ્યું હતું. નિર્મોહીને હવે એક જ ઈચ્છા હતી કે બાળકોનો સર્વાંગી વિકાસ. 


નિર્મોહી નાની હતી ત્યારે થી જ એનાં તર્ક વિતર્ક બધાંને પાછળ કરી દેતા જેમ જેમ મોટી થઈ તેમ તેનો બધાની જેમ જીવન જીવવાનો દૃષ્ટિકોણ પણ બદલાયો હતો. 

બસ, એને હવે માત્ર પોતાને આવડતું બધું જ એના દીકરા દીકરીને શીખવવું હતું. એના અધૂરાં સપનાં પણ એને પોતાના બાળકમાં પૂરા કરવા હતા. નિર્મોહીનાં માં  પણ એક મોહ જાગ્યો હતો.


નિર્મોહીએ બનતી બધી કોશિષ કરી અને પોતાના દીકરા દીકરીને ઉચ્ચ અભ્યાસ કરાવ્યો અને તેની સાથે સમાજ , કુટુંબ કબીલા માં પણ સબંધો સચવવામાં ક્યાંય પાછી પડી નથી. 


સંતાન બંને સ્થાયી થયાં હતાં અને હવે હતું દીકરા દીકરી એ પોતાનું ઋણ અદા કરવાનો સમય હતો. પતિ સંગત પણ એક સફળ બિઝનેસમેન હતા. તેમણે કહ્યું હતું કે," નિર્મોહી છોકરા પાછળ આટલું ગાંડપણ સારું નહીં. તારી જિંદગી જીવી લે. આતો બચકલા છે, કાલે પાંખો આવશે તો એ તારો માળો છોડીને પોતાનો માળો બનાવશે.    ત્યારે તું ખૂબ દુઃખી થઈશ.".  પણ નિર્મોહીને પોતાના પર ખૂબ  જ વિશ્વાસ હતો. 


આખરે એ દિવસ આવી પહોંચ્યો કે નિર્મોહીના બાળકો ભણી ઘણી પરદેશ જતા રહ્યા અને ત્યાંજ સેટલ થઈ ગયા.  દરેક માની જેમ એ પણ પોતાના બાળકોને પરણાવવાની એમના બાળકો એટલે જે  પૌત્ર અને પૌત્રીઓ રમાડવા અને એ બાળકોમાં પોતાનું બચપણ જોવાનું અને જીવવવાનું સ્વપ્ન અધૂરું જ રહી ગયું. 


નિર્મોહી સાવ શૂન્ય મસ્તક થઈ ગઈ જ્યારે એના દીકરા દીકરી એ દિપાવલી  જેવા મોટાં તહેવારે એમ કહ્યું કે," તમે તમારી જવાબદારી માંથી છૂટા થાવ છો. અમે સેટલ થઈ ગયા છીએ." અને ત્યારે એને એના પતિ સંગતના શબ્દ યાદ આવ્યાં. નિર્મોહીને પંદર વર્ષ પહેલાંની દિપાવલી યાદ આવી કે કેવા મારા બાળકો  મારી પાસે નવા કપડા રંગોળીના કલર અને ફટાકડા માંગતા હતા. આજે  એ બાળકો એ મારા પ્રેમને જવાબદારીમાં ખપાવી નાખ્યો. તે ખૂબ દુખી થઈ. તેણે નાતો દીવા કર્યા, ના દિપાવલીની કોઈ તૈયારી કરી.


આ બધું સંગતથી અજાણ નહોતું. પરંતુ પુત્ર પ્રેમ માં પાગલ થયેલ માને કેમ સમજાવવી એ પણ અઘરું હતું.

સંગત નખશિખ નિર્મોહીને જાણતાં હતા. એટલે તેમણે નિર્મોહીના સાચા શોખ સમી તેની જૂની ડાયરીઓ કે જેમાં તેણે કવિતા અને વાર્તાઓ લખી હતી. તે ડાયરી કાઢી અને તેમાંથી દિલને સ્પર્શ થાય એવી કવિતાનો સંગ્રહ કરી બુક છપાવી.

 

એક વર્ષ પછી ફરી દિવાળી આવતા સંગતે એનું પોતાનું 

અને નિર્મોહીનું મિત્રવર્તુળ ભેગુ કરી એક નાનકડું કવિ સંમેલન યોજયું અને ત્યાં નિર્મોહીને લઇ જઇ એની બુક નું વિમોચન કર્યું. ત્યાં નિર્મોહી મુખ પર એક વર્ષ પછી સંગતે એક મીઠું હાસ્ય જોયું.


ઘરે આવીને નિર્મોહી સંગતને ભેટી પડી અને આભાર વ્યક્ત કરતી બોલી.-" હું મારી જાતને ઓળખી ના શકી પણ તમે મને ઓળખી."


સંગતે કહ્યું "નિર્મોહી એક વર્ષ પછી તું પાછી આવી છો. ચાલ દીવા કરીએ દીપાવલીના મારી દિવાળી તો 5અરા આગમન સાથે જ થઈ છે." બંને એ સાથે મળી દીવા કર્યા. નિર્મોહી સાચા અર્થમાં નિર્મોહી બની એના મોં પર લાલી છવાઈ ગઈ હતી.




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ