વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અધૂરું સપનું મારું



    ક્યારેક વિદેશ જવાનું જોયેલું સપનું,

    આજે અધૂરું બનીને રોજ ખૂંચે છે.

    

    ક્યારેક લડી લીધું પરીવાર સાથે,

    તો ક્યારેક ખૂણામાં બેસી રડી પણ લીધું.


    તો કયારેક હમસફર આવીને પૂરું કરશે,

    સપનું મારું એ રાહમાં જીવી પણ લીધું.

  

    ક્યારેક બતાવીતી ખોટી આશા પૂરું કરવાની સપનું,

    અડધા રસ્તે અધૂરું મૂકીને એ પણ ફરી ગયા.


    એક છોકરી છું એટલે બહુ લડી પણ નથી શક્તી,

    પણ રોજ જીવવા નથી દેતું અધૂરું સપનું મારું.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ