વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મલ્હાર

બળતાં બપોરની કાળઝાળ ગરમી અને અકળાવતી બાફમાંથી રોહીને છૂટવું હતું પણ વરસાદના આગમન સાથે શરૂ થતી સમસ્યાઓ તેને વરસાદ પ્રત્યે સખત ઘૃણા જન્માવતી.


અચાનક આવતાં એક ઝાપટાંમાં બધું પલળી જવું,બહાર સૂકાતા કપડાં લેવા રીતસર દોડવું, ખૂણામાં નિરાંતે સુતેલી સાવરણીને લેવાનું હંમેશા ભૂલી જવું તો ક્યારેક સતત વરસતા વરસાદમાં પાણીનું ભરાવું અને તડકાની રીતસર તલપનું લાગવું રોહીને અંદર સુધી અકળાવી દેતુ.


વરસાદનું આગમન રોહીના મનને હંમેશા સૂકવી નાંખતું. પિયરનો વરસાદ ક્યારેય ના માણી શકેલી રોહી સાસરીમાં પહેલા વરસાદના એંધાણ જોઈને હતાશ થઈ ગઈ અને ત્યાં વિચારોની વાટ વચ્ચે ધોધમાર વરસાદ તૂટી પડયો.


રોહી બહાર કપડાં લેવા દોડી અને જોયું તો કપડાં તો પહેલાથી જ રૂમમાં પહોંચી ગયા હતા. સાવરણી અને ઓસરીમાં મૂકેલા ખાટલા પણ રૂમમાં પ્રવેશી ગયા હતાં. ત્યાં કોઈકે રોહીનો હાથ પકડી તેને બહાર આંગણામાં ખેંચી. મોટી બુંદોની બોછાર રોહીની આંખો પર પડી. તે આંખો ખોલી ન શકી અને તેણે પોતાના કપાળ પર બે હાથોની છત મહેસૂસ કરી. રોહીએ આંખો ખોલીને સામે પલળતીને બહુ નજદીક દેખાતી આંખોમાં જોયુંને તે આખી જ પલળી ગઈ.


પહેલીવાર વરસાદને રોહીએ ચિંતા વગર માણ્યો અને તેને યાદ આવ્યું કે પ્રથમવાર જોવા આવેલ સોહામણા યુવકનું તેણે જ્યારે નામ પૂછ્યું હતું ત્યારે હસીને તે યુવકે કહ્યું હતું, "મલ્હાર", અને રોહીએ ત્યાંજ સો મણનો નિઃસાસો નાખ્યો હતો!


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ