વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પાગલ પ્રેમ








પાગલ પ્રેમ



વરસો પછી એને જોવાનું મને બહું મન થયું,

આજે મારું શાંત મન ઠેકડા મારી હરણ થયું


વિચારમગ્ન મુજને વાગી જોરથી એક ઠોકર,

તે ઘડીએ તને ભૂલી મુજને મારું સ્મરણ થયું.


નયનો બંધ થયા ને આવ્યું તારું મીઠું સોણલું,

સપનામાં તારા ને મારા પ્રેમનું એકીકરણ થયું.


થયો આભાસ મને તારા આવવાના એંધાણનો

ના આવ્યાં તારા સપના તે રાતે  જાગરણ થયું.


મારી શેરીમાં આવ્યો તારા બુલેટનો આવાજ

સાંભળતા જ મન ને હૈયા વચ્ચે રમખાણ થયું.


આવી તે પૂછયું... કેમ છે?  બદલાઈ ગઈ છો...!

તે જ સમયે શબ્દો વચ્ચે યુધ્ધ ધમાસાણ થયું.


હસતા હસતા તે આપી તારા લગ્નની કંકોતરી,

તે જ સમયે ફરી મારા પાગલ પ્રેમનું મરણ થયું.


તારી યાદોને ફરી ચઢાવી દીધી ઉંચે માળીએ,

દિવાનગીને ઘણા સમયબાદ આજે શાણપણ થયું.



- ઈશા કંથારીયા "સરવાણી"


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ