વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આવ હવે તું

અષાઢી વાદળ ગરજે છે, આવ હવે તું
મૌસમ પણ રૂપ બદલે છે, આવ હવે તું

સાંજ તારી રાહ જુએ છે, આવ હવે તું
મિલન માટે મન તરસે છે, આવ હવે તું

મનડું તારું ધ્યાન ધરે છે, આવ હવે તું
ચીત્ત બન્યું બેચેન અરે છે, આવ હવે તું

અંબરથી અમૃત વરસે છે, આવ હવે તું
નાજુક દિલ હાય તરસે છે, આવ હવે તું

દિલના દરિયા ડોલ્યા રે, આવ હવે તું
અકળામણથી બોલ્યા રે, આવ હવે તું

ધરતી ભીની સાદ કરે છે, આવ હવે તું
અંતર મારું યાદ કરે છે, આવ હવે તું

✍ પ્રકાશ પટેલ "સાત્ત્વિક"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ