વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વર્ષાનો વૈભવ


ઘનન ઘનન જલધર ગરજે;

સનન સનન સમીર સરકે,


સબાક સબાક દામિની દમકે;

 ફડક ફડક બાળક ફડકે,


સરર સરર ઝરણા  વહેરે;

છલક છલક સરવર છલકે,


મધુર  મધુર મુરલી બાજે; 

થનક થનક થૈ માધવ નાચે,


મરક મરક મન મયૂર મલકે;

 ટપક ટપક ટપ નેવા ટપકે,


ખળ,ખળ,ખળ સરિતા સરકે;

ધડક ધડક ધડ હૈયું ધડકે,


ચહક ચહક ચાતક ચહેકે;

ભીની ભીની ધરતી મહેકે,


અરર અરર મારું મન બહેકે;

જોઈ જોઈ હરિયાળી ભૂમિ....


સોની મિનાક્ષી

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ