વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સમાધાન

 

સાહેબ તમને યાદ છે? નાનપણમાં તમે મને એકડો ઘુંટાવતા હતા? તે એકડો હું અત્યારે ભૂલવા માંગુ છું! કઈ રીતે ભૂલું તે શીખવશો?

 

મનનનો બાલિશ સવાલ સાંભળી ગંભીર મુદ્રામાં બેઠેલા નીલકંઠ સાહેબ બોલ્યા 'તે અશક્ય છે, હવે તે તારા જીવનનો સ્મુતિપટ્ટ નો હિસ્સો છે. તે ફકત એકડાને ઘૂંટ્યો નથી, તેને જીવ્યો છે. ક્યારેક તારા રોલ નંબર તરીકે, ક્યારેક પરીક્ષામાં પહેલા નંબરે ઉતીર્ણ થઈને તો ક્યારેક તારી કવિતાઓમાં ઉદ્દેશીને.'

 

મનન મૃત સ્મિત સાથે બોલ્યો ' તો મેં જે યાદને આખી જુવાની ઘૂંટી છે, જે યાદને હોઠોથી લગાવી ચૂમ્યો છું, જે યાદને પીઠ પર બેસાડી ઘૂમ્યો છું, જે યાદને હૃદયમાં વસાવી જીવ્યો છું તે યાદને ભુલાવી આગળ વધવા શુકામ કહે છે આ સમાજ? '

 

નીલકંઠ સાહેબ પાસે કોઈ પ્રત્યુત્તર ના હતો અને મનન પાસે પરિસ્થિતિ સાથે સંધિ કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ.

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ