વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આશ

“અરે મનન, તું કયારનો આ વેબસાઇટમાં શું જુએ છે?” નરેશભાઈએ કહ્યું

“એ....  તો......  કહી નહીં પપ્પા, હું તો દસ દિવસ પછીનું વેધર ફોરકાસ્ટ આ windey.com માં જાઉં છુ. આ  વેબસાઇટમાં તાપમાન, પવનની ઝડપ, વરસાદ, વાદળાં  બધાની ડિટેલ્સ ઘણી એક્યુરેટ આવે છે. બધુ ઉપગ્રહથી મદદથી  ફોરકાસ્ટ થઈ જાય છે.”

ઓકે બેટા, તારે આ જન્મદિવસે શું જોઈએ છે? કેટલા દિવસ પછી છે?

મનન મનમાં વિચારતો રહ્યો શું પપ્પા એ આપી શકશે? ના તે તેમના હાથની વાત નથી. પપ્પા દસ દિવસ પછી..૧૫ જુલાઈ મનને ટુકમાં કહ્યું.

મનન આજે ૧૫ જુલાઈ છે મારે એક અગત્યની મીટિંગ દિલ્હી છે. તો હું મોડી રાત્રે આવી જઈશ. જયામાસીને કહી જે જમવું હોયે તે જમી લેજે. વરસાદમાં ભીંજાતો નહીં તને શરદી તરત થાય છે. અને ડિનર પપ્પા જોડે કરી લેજે. પિનલબેન કહીને સવારે ૫ વાગે નીકળ્યા.......

ફરી એ જ.... મનન વિચારતો રહ્યો.  ..... શું windey.comનું ફોરકાસ્ટ ખોટું છે?  આ વર્ષે પણ આમજ .... જયામાસી જમાડશે...ટિટોડીને ભગવાને ઈંડા સમુદ્ર પાસેથી પાછા અપાવેલા તો મને.....  મનન મન મનાવી ઊંઘી ગયો.

થોડા સમયે ડોરબેલનો અવાજ આવ્યો જયામાસી હશે વિચારી તે સૂતો રહ્યો. ત્યાતો જોરથી મનનના  અવાજ સાથે બારણું ખૂલ્યું.

મનન ઈશ્વરનો અને windy.comનો  આભાર માનતો વરસાદમાં અત્યંત ભીંજાયેલા પિનલબેનને બાજી પડ્યો.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ