વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઘરનો શ્વાસ

તું તો મારા માટે ખૂબ જ ખાસ છે,

કયારે પણ પુરો ન થાય એ તાસ છે.


ભગવાન પણ ઝુકે છે તારા પ્રેમ સામે,

કયારે મીઠુ મધ તો કયારે ખાટી છાસ છે.


હંમેશ મધમધતો રહે છે આપણો બાગ,

તું જ મારા વસંતને શ્રાવણ બધા માસ છે.


બોલી ઉઠે મારી કવિતાના શબ્દે શબ્દ,

કેમકે તું મારી દરેક કવિતાને મધુર પ્રાસ છે.


તારા વિના સૂના છે આ ઘરને પરીવાર,

કેમકે "મા" તું જ આ ઘર નો શ્વાસ છે.



​​✒ ઈશા કંથારીયા "સરવાણી"


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ