વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ખુશી

                   પલ્લવી ડો. પાસેથી પોતાના કેન્સરના રિપોર્ટ લઈને ભાર્ગવની ઓફિસે તેને મળવા જાય છે. પલ્લવી ભાર્ગવની ઓફિસ નીચે ઉભી હોય છે અને વિચારે છે કે કંઈ રીતે મારા કેન્સરની વાત કરું? ભાર્ગવ તો તૂટી જ જશે.  ત્યારેજ ત્યાં ભાર્ગવ આવી જાય છે અરે....પલ્લુ તું અહિં?  પલ્લવી વિચારો માંથી બહાર આવે છે અને પોતાની મનઃસ્થિતિ સંભાળતા કહે છે અરે... હું બસ શોપિંગ કરવા નિકળી હતી. અરે મારી પલ્લુ છોડ બધી વાતો જો મને પ્રમોશન મળ્યું છે એ પણ ઓસ્ટ્રેલિયાની કંપનીમાં એટલે આવતા મહિને હું ઓસ્ટ્રેલિયા.....!!! મારું સપનું પુરું થઈ ગયું યસ... પલ્લવી ખૂબ જ ખુશ થઈ જાય છે. congratulations માય લવ. પલ્લુ હું મીઠાઈ લેવા જાઉં છું ચાલ બાય.... પલ્લવી પોતાના રિપોર્ટ સામે જોય છે અને રડવા લાગે છે ત્યાં જ ધોધમાર વરસાદ વરસે છે અને પલ્લવીના ખુશી અને દુઃખ મિશ્રિત આંસું વરસાદના પાણીમાં વહેવા લાગે છે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ